અમદાવાદ
ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, ગવર્નીંગ કાઉન્સિલ- સુરક્ષા સેતુમાં માનદ્દ ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, ગવર્નીંગ કાઉન્સિલ- સુરક્ષા સેતુમાં માનદ્દ સભ્ય તરીકે વિક્રમ જૈનની નિમણુંક થતા નગરદેવી “માઁ ભદ્રકાળી”ના પૂજન- અર્ચન કરી સૌ નગરજનોની “સુરક્ષા”ની પ્રાર્થના કરી હતી.કમિશ્નરની કચેરી ખાતે સરકારના “સુરક્ષા સેતુના”પ્રોજેક્ટ કન્સલટન્ટ જે સી મકવાણા ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા,મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી શાહ, મહામંત્રી અને ધારાસભ્ય જીતુભાઇ પટેલ,મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ, મહાનગરના કોષાધ્યક્ષ મહેશભાઈ ઠક્કર, પૂર્વમેયર કિરીટભાઈ પરમાર,સાથે શુભેચ્છા મુલાકાત લઇ આગળની કામગીરી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.