અમદાવાદ
” પોલીસ મહાનિરિક્ષક પ્રેમવીરસિંગ અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા ઈ.પોલીસ અધિક્ષક મેઘા તેવાર અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી સાણંદ વિભાગ, સાણંદના સીધા માર્ગદર્શન આધારે અસલાલી યુનિટમાં ફરજ બજાવતી મહિલા હોમગાર્ડ જવાન કૈલાશબેન બી.લેઉઆ તથા ગીતાબેન ડી.શ્રીમાળી તથા કામીનીબેન એ.મોદી તથા હેમલતાબેન પી.સોલંકી તથા જી.આર.ડી સભ્ય હંસાબેન ઓડ તેમની લાંભા બળીયાદેવ મંદીર પરીસર, લાંભાગામ ખાતે રૂટીન ફરજ ઉપર હાજર હતા તે વખતે લાંભા બળીયાદેવ મંદીર પરીસરમા એક કિશોરી એકલી ગભરાયેલ હાલતમાં મળી આવેલ જેથી તેઓએ લાંભા બીટ ઈન્ચાર્જ પોલીસ સબ.ઈન્સપેકટર એ.ડી.પાંડવ અસલાલી પોલીસ્ટેશન નાઓને જાણ કરતા તેઓ લાંભા બીટના પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે તાત્કાલીક લાંભા બળીયાદેવ મંદીર પરીસર ખાતે પહોંચી જઈ મળી આવેલ કિશોરીને મહિલા હોમગાર્ડ/જી.આર.ડી કર્મચારી મારફતે પુછપરછ કરાવતા તેણે પોતાનુ નામ સેજલ મહેન્દ્રભાઈ જાતે કોષ્ટિ ઉ.વ.૧૪ રહે.રાજીવનગર જનરલ હોસ્પિટલની બાજુમા બાપુનગર અમદાવાદ નાની હોવાનુ જણાવતા તે કિશોરીને આશ્વાસન આપી વિશ્વાસમા લઈ તેના માતા-પિતાનો મોબાઈલ નંબર મેળવી તેઓને જાણ કરતા સદર મળી આવેલ કિશોરી તેઓની દિકરી હોવાનુ તેમજ તેના ગુમ બાબતે અમદાવાદ શહેરના રખીયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ હોવાનુ જણાવતા તેઓએ અમોને સદર બાબતે જાણ કરતા અમોએ રખીયાલ પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરેલ ત્યારબાદ ગુમ થનાર કિશોરીના વાલી તથા રખીયાલ પોલીસ સ્ટેશનના માણસો આવી સદર ગુમ થનાર કિશોરી સેજલ ઉ.વ.૧૪ નાનીને રખીયાલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામા આવેલ છે.
આ કામગીરીમાં અમો પોલીસ ઇન્સપેકટર એમ.એ.વાઘેલા અસલાલી પોલીસ સ્ટેશન તથા પો.સ.ઈ એ.ડી.પાંડવ અસલાલી પોલીસ સ્ટેશન તથા HC પથિકસિંહ બ.ન.૯૨૪ તથા PC બલવીરદાન બ.ન.૦૪૪ તથા મહિલા હોમગાર્ડ જવાન કૈલાશબેન બી.લેઉઆ,ગીતાબેન ડી.શ્રીમાળી,કામીનીબેન એ.મોદી,હેમલતાબેન પી. સોલંકી તથા જી.આર.ડી સભ્ય હંસાબેન ઓડ વિગેરે નાઓ સામેલ હતા.