અમેરિકાની ટેક કંપનીના સીઈઓ પર તેની કંપનીમાં કામ કરનારી એક મહિલા કર્મચારીએ સેક્સ સ્લેવ બનાવવાનો આરોપ લગાવ્યો છે. મહિલા કર્મચારીએ દાવો કર્યો કે તેને નોકરીના બદલે ટેક કંપનીના સીઈઓએ એક એવા કોન્ટ્રાક્ટ પર સહી કરાવી જેમાં લખ્યું હતું કે જ્યારે પણ સીઈઓનું મન કરશે તે સેક્સ માટે ના પાડશે નહીં. સેન ફ્રાન્સિસ્કો સ્થિત ટેક કંપની ટ્રેડશિફ્ટના પૂર્વ સીઈઓ ક્રિશ્ચિયન લેંગ પર આ આરોપ લાગ્યો ચે. હવે લેંગે ઝેન ડો નામની એક પૂર્વ કર્મચારી દ્વારા દાખલ કેસનો સામનો કરવો પડશે. કેસમાં આરોપ છે કે સેક્સ સ્લેવ તરીકે મહિલાને કોન્ટ્રાક્ટ પર સહી કરાવવા માટે મજબૂર કરી અને વર્ષો સુધી તેનું યૌન શોષણ કર્યું.
મહિલાનો દાવો છે કે લેંગે તેને પોતાના કાર્યકારી સહાયકના રૂપમાં નિમણૂંક કરવાના થોડા મહિના બાદ નવ પેજના કોન્ટ્રાક્ટ પર સહી કરવા માટે મજબૂર કરી. કથિત રીતે આ કોન્ટ્રાક્ટમાં ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે જેવી વાતોનો ઉલ્લેખ છે જેમાં ઝેન ડોએ લેંગની સામે ઘુંટણ પર બેસી તેની જરૂરીયાત વિશે પૂછવું પડશે.
ઝેન ડોની ફરિયાદ પ્રમાણે, કોન્ટ્રાક્ટમાં લખ્યું છે- જ્યારે તમારા માલિકને સેક્સની જરૂર હોય તો હંમેશા તેના માટે યૌન સંબંધ બનાવવા માટે ઉપલબ્ધ રહેવું પડશે અને ક્યારેય સેક્સ માટે ના પાડવી નહીં. ધ ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કથિત કોન્ટ્રાક્ટમાં કહેવામાં આવ્યું કે- જ્યારે પણ તે પોતાના માલિકને એકલામાં જુએ છે તો તેણે ઘુંટણ પર બેસી તે પૂછવાનું હોય છે કે શું તે તેના માટે કંઈ કરી શકે છે.
કોન્ટ્રાક્ટમાં તે પણ કહેવામાં આવ્યું હતું કે સહાયકે ક્રોધિત, ઉદાશ કે નિરાશ થયા વગર લેંગ તેને જે સજા આપશે તે ભોગવવી પડશે. કોન્ટ્રાક્ટ અનુસાર તેણે પોતાનું વજન 130થી 155 પાઉન્ડ (58થી 70 કિલોગ્રામ) વચ્ચે જાળવી રાખવું પડશે. મહિલાએ દાવો કર્યો કે તેણે કોન્ટ્રાક્ટ પર સહી એટલા માટે કરી કારણ કે તેને પોતાની નોકરી ગુમાવવાનો ડર હતો. ફરિયાદ અનુસાર- તે પોતાની નોકરીને પ્રેમ કરતી હતી. તે ટ્રેડશિફ્ટમાં કામ કરવાની તક જવા દેવા ઈચ્છતી નહોતી.
રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે મેનેજમેન્ટને લેંગ પર યૌન શોષણના ગંભીર આરોપો વિશે ખબર પડી તો તેને કંપનીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટ્રેડશિફ્ટે આ વર્ષની શરૂઆતમાં લેંકને કાઢી મુક્યો હતો. પરંતુ લેંગે પોતાના આરોપોથી ઇનકાર કરતા કહ્યું કે તે મહિલા કર્મચારી સાથે યૌન સંબંધ તેની સહમતિથી બનાવતો હતો.