દેશના સૌથી મોટા હિન્દી ફિલ્મોદ્યોગમાં રૂપમાં પ્રસિદ્ધ મુંબઈમાં પાસેથી ભવિષ્યમાં આ ટેગ છીનવાઈ શકે છે. યુપીમાં હવે દેશની મોટી અને શાનદાર ફિલ્મ સિટી બનાવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ સિટી ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના ગ્રેટર નોઈડામાં બનાવવામાં આવશે.
સીએમ યોગીએ કરી જાહેરાત લખનઉમાં શુક્રવારના રોજ ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં સામેલ થયેલા મુખ્યપ્રધાન સીએમ યોગીએ વર્તમાન પરિસ્થિતીમાં એક સારી એવી ફિલ્મ સિટી ની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. પ્રદેશ આ પ્રકારની જવાબદારી ઉઠાવવા તૈયાર છે. અહીં એક શાનદાર ફિલ્મ સિટી બનાવવામાં આવશે. જેના માટે નોઈડા, ગ્રેટર નોઈડા અને યમુના એક્સપ્રેસ નો વિસ્તાર યોગ્ય રહેશે. આ ફિલ્મ સિટી ફિલ્મ નિર્માતાઓ માટે મોકળુ મેદાન પુરૂ પાડશે. સાથે જ રોજગાર માટેનો પણ ઉત્તમ વિકલ્પ બનશે. જેના માટે ઝડપથી કામ શરૂ કરી દેવામાં આવશે.