ભાજપનું નેતૃત્વ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાથી લોકસભા ચૂંટણીની રણનીતિને જમીન પર ઉતારશે, આગામી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગઠનનો ચૂંટણી મંત્ર પણ આપશે

Spread the love

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રાજ્યમાં મોટા નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો પ્રયોગ સફળ રહ્યા પછી હવે તેને લોકસભામાં પણ અજમાવવા જઇ રહ્યું છે. આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપના કેટલાક રાજ્યસભા સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર, પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટી પદાધિકારી પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે જેમાં એવા કેન્દ્રીય મંત્રી પણ સામેલ થશે જે અત્યારે રાજ્યસભા સાંસદ છે.

પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સફળતા પછી એક મોટો દાંવ રાજ્ય સાથે જોડાયેલા નેતાઓને લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય પદાધિકારી અને લોકસભા સાંસદ પણ સામેલ રહ્યાં છે. પાર્ટીએ ચાર રાજ્ય મધ્ય પ્રદેશ (સાત), રાજસ્થાન (સાત), છત્તીસગઢ (ચાર) અને તેલંગાણા (ત્રણ)માં કુલ 21 સાંસદોએ ચૂંટણી લડી હતી, જેમાં 12 સાંસદ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. પાર્ટીનું માનવું છે કે આ મોટો આંકડો છે પરંતુ ખાસ વાત આ છે કે તેમના ચૂંટણી લડવાથી પાર્ટીના પક્ષમાં સકારાત્મક માહોલ બન્યો હતો. કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવ્યો, જનતાને પણ વિશ્વાસ થયો કે પાર્ટી ગંભીરતાથી ચૂંટણી લડી રહી છે. આ સિવાય વિપક્ષ રણનીતિ પર પણ દબાણ બન્યુ હતુ.

સૂત્રો અનુસાર, ભાજપની લોકસભાની રણનીતિમાં કેટલાક રાજ્યસભા સાંસદ (જેમાં કેન્દ્રીય મંત્રી પણ સામેલ છે) લોકસભા ચૂંટણી લડવા કહેવામાં આવ્યું છે. કેટલાકે તો પોતાની બેઠક પણ પસંદ કરવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે રાજ્યમાં નવા નેતૃત્વને સામે લાવ્યા પછી ત્યાના મુખ્ય નેતાઓને પણ કેન્દ્રીય રાજનીતિમાં લાવવા પર વિચાર થઇ રહ્યો છે જેમાં કેટલાક પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યમાં લાંબા સમયથી ધારાસભ્ય અને વિધાન પરિષદના નેતા પણ સામેલ છે. કેટલાક પાર્ટી પદાધિકારી પણ જે અત્યારે કોઇ સદનના સભ્ય નથી તેમના પણ ચૂંટણી લડવાની સંભાવના છે.

ભાજપનું નેતૃત્વ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાથી લોકસભા ચૂંટણીની રણનીતિને જમીન પર ઉતારવા જઇ રહ્યું છે. સંસદ સત્ર સમાપ્ત થતા જ પાર્ટીના કેન્દ્રીય પદાધિકારીઓની બેઠકમાં આ મામલે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. બેઠકનો એજન્ડા આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ પર કેન્દ્રિત રહેશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંગઠનનો ચૂંટણી મંત્ર પણ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com