નાગપુરની સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં બ્લાસ્ટ, 6 પુરુષ અને 3 મહિલાઓ સહિત 9 નાં મોત

Spread the love

મહારાષ્ટ્રના નાગપુરથી 55 કિલોમીટર દૂર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં લગભગ સવારે 9 વાગ્યે પેકિંગ સમયે ખુબ જ મોટો બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની હતી જેમાં 9 લોકોના મોત થયા છે જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. આ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે. હાલ આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ સામે આવ્યું નથી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કંપનીની ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો તેમજ બ્લાસ્ટનો અવાજ ખુબ જ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ફેક્ટરીમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com