મુંબઈની તાજ હોટલમાં 26/11ના આતંકવાદી હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોડ્યુલના લીડર દાઉદ ઈબ્રાહિમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું છે. માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
જો કે, પાકિસ્તાનના કોઈપણ મીડિયા દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
પાકિસ્તાનના રાષ્ટ્રીય દૈનિક ડૉન અને જિયો ટીવીએ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે દાઉદને કડક સુરક્ષા હેઠળ કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.