અમદાવાદ પોલીસમાં એક વિવાદમાં આજે પોલીસ કમિશ્નર જીએસ મલિકે વેજલપુરના પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસના ગ્રૂપમાં PIએ Love you allનો મેસેજ ભારે પડ્યો છે. કોમન ગ્રૂપમાં કરેલા મેસેજને પગલે એસીપીએ કરેલા Don’t put rubbish msg કર્યો હતો. જે મેસેજ જોઈને વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે બી રાજવીએ U r rubiisss mr.patel કહીને વિવાદ વધાર્યો હતો.
તેઓ ભૂલી ગયા હતા કે પોલીસ શિસ્તબદ્ધ ગણાય છે. આટલેથી પણ ન અટકી વેજલપુર પીઆઇ rubbish અંગે અવાર નવાર મેસેજ કરીને એસીપીને પૂછતા હતા. આ મામલે વારંવાર મેસેજો કરતાં આખરે કંટાળીને એસીપી એસ.ડી.પટેલે બે હાથ જોડેલું ઇમોજી ગૃપમાં મોકલ્યું હતું. આમ છતાં પીઆઇએ એસીપીના મેસેજને ટાંકીને U r rubiisss mr.patel એવો જવાબ આપ્યો હતો. અંતે સેટેલાઇટ પીઆઇએ વધુ વિવાદ થાય નહીં તે માટે વેજલપુર પીઆઇને તાત્કાલિક ગ્રૂપમાંથી રિમૂવ કર્યા હતા. આમ પોલીસ અધિકારી સાથે થયેલા અપમાનજનક વર્તનનો મામલો પોલીસ કમિશ્નર સુધી પહોંચ્યો હતો. આખરે આ પ્રકરણમાં પીઆઈને નોકરી ખોવાનો વારો આવ્યો હતો.
પોલીસ એટલે હિંમત, શાંતિ, શિસ્ત અને સલામતીની નિશાની છે. પોલીસમાં શિસ્તની જાળવણી કરવી એ પ્રાથમિકતા છે. અમદાવાદ શહેર પોલીસના ઝોન 7 મીડીયા એન્ડ પોલીસનું ગ્રૂપ વોટ્સએપ પર ચાલી રહ્યું છે . જે ગ્રૂપ સંકલન માટે બનાવાયેલું છે. આ ગ્રૂપમાં એક ચર્ચાને અંતે વોટ્સએપ ગ્રૂપમાં વેજલપુર પીઆઇએ Love you all મેસેજ કર્યો હતો. જે અંતર્ગત એસીપી અને પીઆઈ વચ્ચે આ મામલે ગ્રૂપમાં બબાલ થઈ હતી.