નવો વેરિએન્ટ JN.1 ઓમિક્રોન વેરિએન્ટનો જ સબવેરિએન્ટ છે, હવે જોવાનું એ છે કે લોકોમાં કોવિડની સામે ઈમ્યુનિટી કેટલી રહી છે : ડો. સુજિત

Spread the love

ભારતમાં કોરોના વાયરસનો ખતરો ફરી સામે આવી રહ્યો છે. દુનિયાના ઘણા દેશોની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ કોરોનાનો નવો સબ વેરિએન્ટ સામે આવ્યો છે. કેરળમાં JN.1 વેરિએન્ટનો કેસ સામે આવ્યો હતો. ડો. સુજિતે કહ્યું કે JN.1 વેરિએન્ટ ઓમિક્રોન વેરિએન્ટનો જ સબવેરિએન્ટ છે.

આ પહેલા ચીન, યૂકે અને યુએસએમાં પણ જોવા મળ્યો છે. જુલાઈથી જ આ વેરિએન્ટ ડિટેક્ટ થઈ ચૂક્યો છે. તેમાં મ્યૂટેશન સ્પાઈક પ્રોટીન રીઝનમાં છે, જે L 445S છે. આ મ્યૂટેશનથી ટ્રાન્સમિશન વધવાની શક્યતા હોય છે.

ટ્રાન્સમિશનને જોવા માટે કોમ્યુનિટી સેટિંગમાં જોવાની જરૂર છે. ત્યારબાદ જ જાણી શકાશે કે આ વેરિએન્ટ કેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિએન્ટની ઓળખ માટે રાજ્યોને સલાહ છે કે તે સર્વિલાન્સ વધારી દે. તેની વચ્ચે એ પણ જોવુ પડશે કે કોવિડના કેસ હોસ્પિટલમાં વધી રહ્યા નથી ને? જો તે વધી રહ્યા છે તો તે જોવાનું જરૂર છે કે શું તે JN.1ના કારણે છે કે કોઈ બીજુ કારણ છે.

ડો. સુજિતે કહ્યું કે કેટલાક દેશના ડેટા તે તરફ ઈશારો જરૂર કરી રહ્યા છે કે JN.1ના કેસ વધ્યા છે. સિંગાપુરમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેનું કારણ નવો વેરિએન્ટ JN.1 છે. ભારત વિશે હાલમાં કંઈક કહેવું થોડુ ઉતાવળભર્યુ રહેશે. દરેક દેશની વસ્તીનું સ્ટેટસ અલગ છે. ઉદાહરણ તરીકે રસી લગાવવાનું સ્ટેટસ હોય અથવા વેક્સિન કેવા પ્રકારની છે. તેનાથી કોવિડ ફેલાવવાનું આંકલન કરવામાં આવે છે. તે પણ જોવુ પડશે કે હવે લોકોમાં કોવિડની સામે ઈમ્યુનિટી કેટલી રહી છે.

ડો. સુજિતે કહ્યું કે હાલમાં આ નવો વેરિએન્ટ ઘાતક નથી. કોરોનાથી મોતની જાણકારી છે. જો આ કેસના સેમ્પલમાં JN.1 મળે છે તો કહેવામાં આવે છે કે તે મોત માટે જવાબદાર છે પણ જીનોમિક સિક્વન્સિંગ દ્વારા તેને જોવુ પડશે કે મૃતકોમાં કોવિડનો કયો વેરિએન્ટ હતો, ત્યારે આવામાં સિક્વન્સિંગ વધારવાની જરૂરિયાત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com