GJ-18 એટલે ગુજરાતનું જમાદાર કહેવાય ત્યારે GJ-18 ના આંગણે ઘણો કે પડખે તેમાં પટેલ ભાયડા એ ગુજરાતનું એવું પાટનગર GJ-18 ના પેથાપુર નું નામનો ડંકો વગાડયો છે કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા સુધી દેશ વિદેશમાં શિયાળાનું વસાણા ની માંગ એટલે જયંતીલાલ ની ચિક્કી તરીકે પ્રખ્યાત બન્યું છે ત્રણથી વધારે દાયકાથી ચાલતી આ સંસ્થાએ ક્વોલિટી જાળવી રાખી છે, શનિવાર અને રવિવાર તથા તહેવારોની રજામાં ખરીદવા જાય એટલે પડે એના કટકા જેવો ઘાટ છે, પેથાપુર ખાતે અનેક જગ્યાએ વસાણું મળે છે, પણ કોલેટી માં કોઈ કચાસ નહીં રાખવાની અને એકવાર ગ્રાહક આવે એટલે જયંતીલાલની ચિક્કી એવું વસાણું ખાવાનો બંધાણી બની જાય દાઢી વળગે અને એનર્જી સાથેનીક્વોલિટી એ દેશ વિદેશમાં ગયેલા યુવાનોથી લઈને ઘરડાઓના ટાંટીયા અત્યારે દોડે છે તે શિયાળાનો આ કૌચા પાક ગણી શકાય,ચિક્કી થી શરૂ કરેલ સફર હવે અનેક શિયાળોની ચીજ વસ્તુઓ સાથે વસાણું, તલની ચિક્કી, તલની ચિક્કી, માવાની ચિક્કી, કચરીયું ક્વોલિટીબદ્ધ એવી ચીજ વસ્તુઓનું એમ્પાયર બનેલા જયંતીલાલે દેશ વિદેશમાં પીપોડી નહીં પણ પીપુડો વગાડ્યો છે ગમે ત્યારે જાઓ એટલે ભીડ જોવા મળે ત્યારે મહુડી રોડ ઉપર આવેલી અને પેથાપુર સર્કલ થી માળ ૬૦ પગલા ચાલો અને ભીડ ભારે દેખાય એ જયંતીલાલ નું વસાણું કહી શકાય ત્યારે એકવાર સ્વાદ ચાખો એટલે કાયમી ગ્રાહક અને બીજી ક્વોલિટી ક્યારે રાસ ન આવે ત્યારે પહેલા ગાંધીનગર કુલ પેથાપુર હતું આજે પેથાપુર નો વિકાસ જોર થયો છે ત્યારે પેથાપુર ને ફલક ઉપર લાવીને નામના મેળવનાર જયંતીલાલ ની ચીકી હજુ પાવરફુલ ચેમ્પિયન સ્વાદ રસિયાઓમાં રહી છે,