વડાપ્રધાનની ઈકોનોમિક એડવાયઝરી કાઉન્સિલની સભ્ય સમિકા રવિ અને ઈન્ડિયન સ્ટેટસ્ટિકલ ઈન્સ્ટીટ્યૂટના મુદિત કપુરના એક અભ્યાસમાં સ્ટેટ બજેટ ઈન ઈન્ડિયા ટાઈમ ટ્રેન્ડ એનાલિસિસ 1992થી 2020માં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમા એ વાતનો ઉલ્લેખ છે કે, છેલ્લા 30 વર્ષમાં રાજ્યની આર્થિક સ્થિતિ કઈ તરફ ગઈ છે.ઉદાહરણ તરીકે સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, 1990ના દશકા સુધી પંજાબ અને હરીયાણાનો વિકાસ એક સરખો હતો.
પરંતુ વર્ષ 2000 બાદ આ બંને રાજ્યમાં પરિવર્તન આવ્યું. સાથે તે પણ કહેવામાં આવ્યું કે, બિહાર એક માત્ર એવું રાજ્ય છે જેનો આર્થિક દર 10 વર્ષ સુધી નેગેટિવ રહ્યો. 1990થી 2005 સુધી બિહારમાં પ્રતિ વ્યક્તિ આવક બદલાણી નહીં.
ગુજરાત તમિલનાડું હરિયાણા મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યમાં 50 ટકાથી વધુ આવક ટેક્સથી થાય છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ આસામ ઉત્તરપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડમાં આ આવક 40 ટકાથી ઓછી છે અને તેમને કેન્દ્રીય ટેક્સ અને મદદ પર નિર્ભર રહેવું પડે છે.
1990-91માં પ્રતિ વ્યક્તિ ખર્ચ આશરે 475 રૂપિયા હતો. જે 1999-2000માં વધીને 511 અને 2008-09 સુધી આવતા આવતા 1553 થઈ ગયો. વર્ષ 2010-11માં ઘટડો જોવા મળ્યો અને 1332 સુધી પહોંચી ગયો. તો બીજી તરફ 2020-21માં આ ઝડપથી વધીને 1926 રૂપિયા પહોંચી ગયો.
ખાસ કરીને પંજાબ અને પશ્ચિમ બંગાળમાં સરેરાશ કરતા ઓછી રિયલ કેપેટા ગ્રોથ એટલે કે, સાચા વિકાસનો દર જોવા મળી રહી છે. એટલે કે, અહીંની સરકાર વિકાસ માટે ઓછા રૂપિયાનું રોકાણ કરી રહી છે.
રાજ્યના સ્વાસ્થ્ય માટે સૌથી ખતરનાક ખર્ચ કઈ વસ્તું પર થઈ રહ્યો છે. રાજ્ય બે પ્રકારે ખર્ચ કરે છે. વિકાસના કાર્યમાં અથવા તો બિન વિકાસ કાર્યમાં વિકાસ ખર્ચ શહેર અને ગામડાઓમાં પાયાની સુવિધા વધારવા સામાજિક અને આર્થિક ક્ષેત્રે કરવામાં આવે છે.. તો બીજી તરફ બિન વિકાસ કાર્ય ખર્ચનો સૌથી મોટો ભાગ પહેલા લીધેલું દેવું અને તેનું વ્યાજ ચુંકવવામાં કરવામાં આવે છે. રાજ્યની આવક પણ બે પ્રકારથી થાય છે. રાજ્ય જે ટેક્સ લગાવે છે તેનાથી અથવા કેન્દ્રીય ટેક્સના ભાગ રૂપે અથવા તો કેન્દ્ર સરકાર તેને મદદ આપે છે.
રિપોર્ટ મુજબ ગુજરાત તમિલનાડું, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યની 50 ટકાથી વધુ આવક ટેક્સથી થાય છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળ આસામ ઉત્તરપ્રદેશ છત્તીસગઢ અને ઝારખંડમાં આ આવક 40 ટકાથી ઓછી છે અને તેમને કેન્દ્રીય ટેક્સ અને મદદ પર નિર્ભર રહેવું પડે છે.
પંજાબ જેવા રાજ્યનું ઉદાહરણ પણ છે. જ્યાં 2008 સુધી પોતાની 50 ટકા આવક ટેક્સથી કરી લેતું હતું. 2010 સુધી આ આવક વધીને 60 ટકા સુધી થઈ ગઈ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં રાજ્ય કેન્દ્ર તરફથી મળનાર મદદ પર વધુ નિર્ભર રહેવા લાગ્યું છે. રાજ્યએ ખાસ એ વાત પર ધ્યાન રાખવું જોઈએ કે, તેઓની આવક એવા સ્ત્રોતથી થાય કે જે લાંબા સમય સુધી ટકી રહે. જેથી રાજ્યની આર્થિક સ્થિતિ તેને ઉતાર-ચઢાવથી બચાવી શકે. રાજ્યએ પોતાના ખર્ચા સામાજિક આર્થિક રૂપે એવા સેક્ટરમાં કરવા જોઈએ જેથી વિકાસ થઈ શકે. ઈન્ફ્રાસ્ટ્રકચર શિક્ષા અને સ્વાસ્થ્ય જેની અસર આખા સમાજ પર પડે છે.
પશ્ચિમ બંગાળ પંજાબ અને કેરળ જેવા રાજ્યના ખર્ચમાં એક મોટો ભાગ લીધેલા દેવાના વ્યાજ રૂપે જાય છે. 1990થી 2000 સુધી દેવું અને વ્યાજ ચુકવવાના ખર્ચમાં વધારો જોવા મળ્યો છે.. પરંતુ 2020થી 21માં ઘટાડો પણ જોવા મળ્યો છે.
પરંતુ પેન્સન પર કરવામાં આવતો ખર્ચ વધી રહ્યો છે.. બીજી તરફ ઝડપથી વિકાસ કરનાર રાજ્ય બિન વિકાસ ખર્ચનો ભાગ ઓછો રાખે છે.. સમિકા રવિ અને કપુરની સ્ટડી મુજબ વિકાસ કાર્યમાં ખર્ચ 1990માં 70 ટકા જેટલો હતો.. જે 2020 સુધી આવતા આવતા 60 ટકાની આસપાસ રહી ગયો. ખાસ વાત એ છે કે, વિકાસ ખર્ચમાં મોટા રાજ્ય 50 ટકાનો ખર્ચ કરી રહ્યા હતા. તો બીજી તરફ બે ભાજપની સત્તા ન હોય તેવા રાજ્ય પંજાબ અને કેરળમાં તે 50 ટકાથી ઓછા હતા. પંજાબ અને પશ્ચિમ બંગાળમાં સરેરાશથી ઓછી રિયલ પર કેપિડા ગ્રોથ એટલે કે, સાચો વિકાસ દર જોવા મળી રહ્યો છે. એટલે કે, અહીં સરકાર વિકાસમાં રોકાણ ઓછું કરી રહી છે.
જ્યાં 1990-91માં 20 ટકાથી ઓછો હતી તે 2004-05માં વધીને 40 ટકા થઈ ગયો.. પરંતુ 2020-21માં ઘટીને 20 ટકા સુધી પહોંચી ગયો. ગુજરાતમાં 2000-01માં આ ખર્ચનો દર 20 ટકા હતો.. તે 2005-06માં વધીને 50 ટકા સુધી પહોંચી ગયો.. 2020-21માં ઝડપથી ઘટનીને 20 ટકા રહી ગયો.
આવો જ એક ખર્ચ પેન્સન પણ હોય છે જેને બિન વિકાસ ખર્ચ માનવામાં આવે છે. કેટલીક પાર્ટીઓ ઓલ્ડ પેન્શન સ્કીમને મોટો ચૂંટણી મુદ્દો બનાવી રહી છે.. વસ્તીની વધતી ઉંમર અને લાંબા જીવનકાળને પગલે પેન્શન એક રાજનીતિ લડાઈનો અખાડો બની ગયું છે. 2003થી 04માં કરવામાં આવેલા પેન્શન રિફોર્મમાં રાજનીતિક દુરદર્શિતા અને સંકલ્પ નજર આવ્યો.
સાથે તેનાથી રાજ્યના બેજટમાં સ્થિતિરતા પણ આવી. આ રિફોર્મનો હેતુ મહિલાઓ અને બાળકો સુધી મદદ પહોંચાડવાનો હતો. આયકર વિભાગે પેન્શન સ્કીમનું મુલ્યાકન પણ કરવું જોઈએ. પંજાબ અને હિમાચલ જેવા રાજ્યમાં પેન્શનનો ભાગ વિકાસ ખર્ચથી જ આવી રહ્યો છે. પંજાબમાં 31 તો તો હિમાચલમાં 37 ટકા પેન્શન ખર્ચ વિકાસ ફંડમાંથી થાય છે. આખા દેશમાં આ દર આ રાજ્યમાં જ છે.
ઓલ્ડ પેન્શન સ્કીમ પર ખર્ચ
- પંજાબ અને હિમાચલમાં OPS
- આખા દેશમાં સૌથી વધુ દર
- પંજાબમાં વિકાસના 31 ટકા ખર્ચ
- હિમાચલમાં વિકાસના 37 ટકા
સવાલ એ ઉઠી રહ્યા છે કે, શું નેતા નાના ફાયદાઓ માટે લાંબાગાળાનું નુકસાન કરવા માટે તૈયાર છે. સ્ટેટ ફાયનાન્સિસ અને સ્ટડી ઓફ બજેટ ઓફ 2003-04ને ધ્યાનથી વાંચવાથી માલૂમ પડે છે કે, વર્ષ 2020-21ની સરખામણીએ વર્ષ 2022-23માં રાજ્યના ખર્ચ કુલ GDPના 31.01થી ઘટીને 29.05 ટકા તો થઈ ગયું પરંતુ આ 2003ના ફિઝિકલ રિસ્પોન્સબ્લિટિ એન્ડ બજેટ મેનેજમેન્ટ ટેક રિવ્યૂ કમિટિમાં કહેવામાં આવેલા 20 ટકાથી ખુબજ વધારે છે.
RBIના સ્ટડીમાં સ્પષ્ટ રૂપે સલાહ આપવામાં આવી છે કે, રાજ્યએ પોતાનું વલણ બદલાવું પડશે. રાજ્યએ સ્વાસ્થ્ય શિક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી જેવા સેક્ટરોને વધુ રૂપિયા આપવા જોઈએ. ન માત્ર પોતાના બજેટ લક્ષ્યને પુરૂ કરવા માટે પુરાણ કરવું જોઈએ.. તેની સાથે સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્યએ બીજા રાજ્ય સાથે વેપાર કરીને વધુ કમાણી કરવી જોઈએ.. સાથે જ રાજ્યએ ટેક્સ રિફોર્મ પર સાથે આવીને સારી રીતે ટેક્સ એક્ઠા કરવાના પ્રકારો પર કામ કરવું જોઈએ..