રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઘણા લોકો કોરોના સંક્રમિત થયા બાદ સારવાર લઈને સ્વસ્થ પણ થયા છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ એવી અફવાઓ ફેલાઈ રહી છે કે, એક વ્યક્તિ કોરોના ગ્રસ્ત થયા બાદ તેના શરીરની અંદર ત્રણ મહિના સુધી જ એન્ટીબોડી રહે છે, આ ત્રણ મહિના પછી ફરીથી તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી તેને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધારે રહે છે. આ માહિતી ઘણા લોકો સાચી માની રહ્યા છે પરંતુ ખરેખર આ માહિતી પાયાવિહોણી અને તદ્દન ખોટી છે. કારણ કે, એક વખત જે લોકોના શરીરમાં હાર્ડ યુનિટીનો વધારો થયો છે તે લોકો કોરોના વાયરસ સામે પડકાર ઝીલવા માટે સક્ષમ હોય છે. તેને ગભરાવાની જગ્યાએ ફક્ત સાવચેતી રાખવાની જરૂર હોય છે. એક વખત કોરોના ગ્રસ્ત થયા બાદ તે વ્યક્તિની ફરીથી કોરોનાનું સંક્રમણ થવાની કેટલી સંભાવનાઓ રહે છે. તે બાબતે અમદાવાદની બી જે મેડીકલ કોલેજ અને સિવિલ મેડિકલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય નિવેદન આપ્યું હતું કે, વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સ્વસ્થ થઈને ફરીથી કોરોના સંક્રમિત થયા હોવાના કિસ્સા ખૂબ જ જૂજ જોવા મળ્યા છે. મેડિકલ જગતના પ્રાથમિક તારણ અનુસાર કોરોના તેમણે વધુમાં જણાવ્યું ધરમૂળમાંથી નાશ પામવાની પ્રક્રિયા ધીમી હોવાની સંભાવના વધારે રહેલી છે. જેના કારણે આપણને દર્દી સંક્રમિત થયા હોવાનું જણાઈ આવે છે. નાકના ભાગમાં કોરોના સંક્રમણ કરતા ફેફસામાં રહેલા સંક્રમણની તીવ્રતા વધારે જોવા મળે છે. આ બાબતે વિષાણુના જેનેટિકનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ વાયરસ અલગ તરી આવે છે. જેથી તેને ફરી એક વખત વાયરસના પુનઃ સંક્રમણ કરતા પણ વધારે શરીરમાં વાયરસ નીકળવાની અને ફરી એક વખત વાયરસનું સંક્રમણ થયું હોવાનું કહેવું યોગ્ય છે પરંતુ એકવાર કોરોના સંક્રમિત થયા બાદ ફરીથી કોરોના ગ્રસ્ત થઇ જશે જ એવી માન્યતાઓમાં જીવવાની જરૂર નથી, તો બીજી તરફ કોરોના થી રક્ષણ મેળવવા માટે કેટલાક સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. જેમાં હાથને વારંવાર ધોવા, માસ્ક પહેરો, નાસ લેવો અને ફેફસામાં ચેપ લાગ્યો હોય તો તેની સ્થિતિસ્થાપકતા પાછી મેળવવા શ્વાસોશ્વાસ સુધારી સ્પાયરોમેટરતી કસરત, યોગ અને પ્રાણાયામ કરવા.