વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ 8 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. આ પછી મોદીએ અયોધ્યા સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. મોદી એક દલિત ધનીરામ માંઝીના ઘરે પણ પહોંચ્યા.આ પછી પીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય મોદીએ 15 હજાર 700 કરોડ રૂપિયાના 46 વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાને કહ્યું કે આજે અયોધ્યામાં પ્રગતિનો ઉત્સાહ છે, થોડા દિવસો પછી પરંપરાની ઉજવણી થશે.