GJ-૧૮ના કલોલ, અમદાવાદનો આરોપી ઝબ્બે, અઢી લાખના ફ્રોડમાં ૬૦ કરોડનું કૌભાંડ પકડાયું, ફેક એકાઉન્ટ પ્રોવાઇડર

Spread the love

દેશભરમાં જાણીતી માટુંગામાં આવેલી વીજેટીઆઇ (વીરમાતા જીજાબાઈ ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ)માં ભણતો ૧૯ વર્ષનો યુવાન પૈસા કમાવા વૉટ્‌સઍપ પર આવેલા પાર્ટટાઇમ જૉબના ટાસ્ક ફ્રૉડના ચક્કરમાં ફસાયો હતો. પહેલાં થોડાઘણા પૈસા મળ્યા પણ ખરા, પરંતુ એ પછી સાઇબર ફ્રૉડ કરનારાઓએ તેને અલગ-અલગ ટાસ્ક આપીને અલગ-અલગ ખાતાંઓમાં તેની પાસેથી કુલ મળીને ૨,૪૫,૦૦૦ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. માટુંગા પોલીસે તેની ફરિયાદના આધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ કેસના બે આરોપીઓ ગુજરાતમાં છે. એથી તેમની ગુજરાત જઈને ધરપકડ કરી હતી. એ બે આરોપીઓનાં ૨૦ જેટલાં અકાઉન્ટમાં છેલ્લા બેથી ત્રણ મહિનામાં ૬૦ કરોડ રૂપિયા જેટલી રકમનાં ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાનું જણાઈ આવ્યું છે. આ કેસનો ફરિયાદી ૧૯ વર્ષનો ક્રિશ હુકુમચંદ વર્મા વીજેટીઆઇની હૉસ્ટેલમાં જ રહે છે અને ભણે છે. જાેકે પૈસા કમાવાના ચક્કરમાં તે છેતરાઈ ગયો હતો. તેને ૨૮ ઑક્ટોબરે વૉટ્‌સઍપ પર ઑનલાઇન પાર્ટટાઇમ જૉબનો મેસેજ મળ્યો હતો. એથી તેણે એ નંબર પર સંપર્ક કરતાં સાઇબર ફ્રૉડ કરનારે તેને એક ટાસ્ક અને એના પેમેન્ટ માટે ટેલિગ્રામના એક ગ્રુપ પર તેને ઍડ કર્યો હતો અને આઇડી આપ્યું હતું. ફ્રૉડ કરનારે તેને પહેલાં કેટલાક ટાસ્ક કરવા કહ્યું હતું અને એ કરી આપતાં તેને સારુંએવું ?રિટર્ન પણ આપ્યું હતું. જાેકે ત્યાર બાદ તેની પાસેથી અલગ-અલગ ટાસ્ક માટે અલગ-અલગ અકાઉન્ટમાં ૨,૪૫,૦૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા અને એ પછી તેને રિટર્ન ન આપીને તેની સાથે છેતર?પિંડી કરાઈ હતી.

એથી આખરે તેણે આ સંદર્ભે ચોથી નવેમ્બરે માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માટુંગા પોલીસે અન્ય કલમો સહિત આઇટી ઍક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ ચાલુ કરી હતી. માટુંગા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પગાર અને તેમની સાઇબર ટીમે આ કેસમાં આરોપીઓએ પૈસા ટ્રાન્સફર કરાવવા વાપરેલાં બૅન્ક-ખાતાંઓની ડીટેલ્સ મેળવી હતી અને એના આધારે અમદાવાદના ગોતાની મહાત્મા ગાંધી કૉલોનીની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષના રૂપેશ ઠક્કર અને ગાંધીનગર જિલ્લાના કલોક તાલુકાના બો?રષ્ણા ગામમાં રહેતા ૩૪ વર્ષના પંકજ ઓડને ઝડપી લીધા હતા. માટુંગા પોલીસે તેમની પાસેથી ૩૩ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, ૩૨ અલગ-અલગ બૅન્કોની ચેકબુક, ૬ મોબાઇલ ફોન, ૨૮ સિમકાર્ડ, ચાર બોગસ કંપનીઓના તૈયાર કરાયેલા રબરસ્ટૅમ્પ અને ફરિયાદીને કૉલ કરવા વપરાયેલા મોબાઇલ-નંબર પણ તેમની પાસેથી હસ્તગત કરાયાં છે. તપાસ દરમ્યાન એવું જણાઈ આવ્યું હતું કે આ બંને આરોપીઓએ ફરિયાદી ક્રિશ પાસેથી ૨,૪૫,૦૦૦ રૂપિયાની રકમ પડાવી હતી એ રકમ ૨૦ જેટલાં બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. એ ૨૦ બૅન્ક-અકાઉન્ટનો જ્યારે રેકૉર્ડ કાઢવામાં આવ્યો ત્યારે છેલ્લા બે-ત્રણ મહિનાઓમાં જ એમાં ૬૦ કરોડ રૂપિયાના ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેમના અકાઉન્ટમાં હાલ ૧.૧૦ કરોડ રૂપિયાની રકમ હતી એ સીઝ કરાઈ છે.
આ કેસની વિગતો આપતાં માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કહ્યું હતું કે ‘સાઇબર ફ્રૉડ કરનારાઓમાં અલગ-અલગ પ્રકાર હોય છે. આ લોકો ફેક અકાઉન્ટ પ્રોવાઇડર છે. આ લોકો બનાવટી દસ્તાવેજાેના આધારે અલગ-અલગ બૅન્કોમાં ખાતાં ખોલાવે છે અને પીડિતને છેતરીને જે રકમ મેળવી હોય એ આ ખાતામાં જમા થતી હોય છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યા મુજબ આ લોકોના અકાઉન્ટમાં જે રકમ આવતી એ તરત જ એ લોકો એટીએમથી અથવા અન્ય રીતે કઢાવી લેતા હતા અથવા અન્ય અકાઉન્ટસમાં ટ્રાન્સફર કરી દેતા હતા. એ રકમ આગળ કોઈને જતી હતી કે કેમ કે પછી આ બે જ આરોપીઓ એ રકમ ઓળવી જતા હતા કે તેઓ એક મોટી સિન્ડિકેટનો ભાગ છે એની તપાસ હાલ ચાલી રહી છે. આરોપીઓ એ રકમ જે અન્ય ખાતાંઓમાં વાળતા હતા એની તપાસ ચાલી રહી છે. હજી અમે ગુરુવારે જ તેમને પકડીને લાવ્યા છીએ. તેમની વધુ તપાસ કરવામાં આવશે. એ લોકો પહેલાં કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એની પણ અમે તપાસ ચલાવી રહ્યા છીએ.’

—–
અમદાવાદના રૂપેશ ઠક્કર, ગાંધીનગર જિલ્લા કલોલના બોરીસણાનો પંકજ ઓડને ઝડપી લેતાં તેેમની પાસેથી ૩૩ ડેબીટકાર્ડ અને ક્રેડીટ કાર્ડ, ૩૨ અલગ-અલગ બેન્કોની ચેકબુક, ૬ મોબાઇલ ફોન, ૨૮ સીમકાર્ડ, ચાર બોગસ કંપનીઓના કરેલા રબ્બર સ્ટેમ્પ અને ફરીયાદીને કોલ કરવા વપરાયેલા મોબાઇલ નંબર પણ હસ્તગત કરવામાં આવ્યા છે, રેકોર્ડ કાઢવામાં આવતા છેલ્લા ત્રણ મહીનામાં ૬૦ કરોડનું ટ્રાંક્જેશન થયા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ તથા બેન્ક ખાતામાં ૧.૧૦ કરોડ રૂપિયાની રકમ સીઝ કરાઇ છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com