થોડા સમય અગાઉ ફ્રાન્સમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટને અટકાવવામાં આવી હતી, જેમાં ગેરકાયદે વિદેશ જવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે કબૂતરબાજીના મુદ્દે CID ક્રાઈમનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં 66 ગુજરાતીના નામ સામે આવ્યા હતા.
અત્રે જણાવીએ કે મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદના મુસાફરોની પૂછપરછ કરાઈ છે. મુસાફરોએ ધોરણ 8થી 12નો અભ્યાસ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. 60થી 80 લાખ રૂપિયા આપી અમેરિકા જવાના હતા. લોકલ એજન્ટ મારફતે અમદાવાદ-દુબઈ-નિકારાગુઆથી અમેરિકા જવાના હતા. અમદાવાદ, મુંબઈ અને દિલ્લીથી દુબઈની ફ્લાઈટ કોણે બુક કરાવી તે દિશામાં તપાસ ચાલી રહી છે. જે તપાસ અનુસંધાનમાં CID ક્રાઈમે 66માંથી 55 લોકોના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. જે સમગ્ર મામલે કેટલાક એજન્ટના નામ સામે આવતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
થોડા દિવસ અગાઉ ફ્રાન્સમાં દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઈટને અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ પ્લેનને ટેક ઓફ કરવાની મંજૂરી આપી ન હતી. તેઓએ માનવ તસ્કરીના શંકાસ્પદ મુસાફરોની પૂછપરછ શરૂ કરી હતી. આ વિમાનમાં 303 ભારતીયો સવાર હતા. જેમાંથી 276 મુસાફરો મુંબઈ પરત ફર્યા હતા. ફ્રેન્ચ તપાસકર્તાઓએ ચાર દિવસ પછી વિમાનને ઉડવાની પરવાનગી આપી હતી. બાદમાં તે મુંબઈ પરત ફર્યું હતું. બોર્ડ પરના તમામ 27 લોકોએ ફ્રાન્સની સરકારને આત્મસમર્પણ કર્યું અને આશ્રય માંગ્યો હતો. તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી. જે વિમાનમાં 66 ગુજરાતીઓ પણ હતાં.