ગુજરાતમાં ભાજપ આજે સૌથી લોકપ્રિય અને મજબૂત પાર્ટી બનવાનું કારણ લાખો કાર્યકરોની દેન છે હા લેસન અને કામ આપે ત્યારે આજે ૧૫૬ સીટો ગુજરાતમાં વિધાનસભાની છે, તે રેકોર્ડ બ્રેક કહી શકાય માધવસિંહ સોલંકી વખતનો રેકોર્ડ તોડ્યો, ત્યારે ભાજપ દ્વારા અઠવાડિયે અનેક વિવિધ કાર્યક્રમો આવતા હોય છે, ત્યારે સૌથી વધારે સાફ-સફાઈ ઝૂંબેશ આવે, ત્યારે ઘણાનો કામ કરવા માટે ટોણો વધી જાય પણ કરવું શું પાર્ટીના આદેશનું પાલન તો કરવું પડે, ત્યારે આ સાફ-સફાઈ ઝુંબેશના કારણે દેશમાં સ્વચ્છતા ની ક્રાંતિ આવી છે, આપણા દેશના વડાપ્રધાન પોતે આ ઝુંબેશને વેગ આપી રહ્યા છે, તે સરાહનીય છે જે ઝુંબેશને વેગ આપવા કાર્યકરો પણ તત્પર બન્યા છે, આજે ભારતથી અનેક લોકો વિદેશ ગયા છે, જે આવનારા વર્ષોમાં ‘સોને કી ચીડિયા’ એવું ભારત આર્થિક ક્ષેત્રે નંબર વન બનવા જઈ રહ્યું છે, ત્યારે વિદેશ ગયેલાઓ પણ બિસ્તરા પોટલા બાંધીને પાછા આવશે ત્યારે ભાજપના કાર્યકરો સફાઈ ઝુંબેશ માં ઝાડુ લઈને ફરતા અને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પત્નીના હાથમાં મોબાઈલ અને ફોટા જાેઈ જતા ઘરના હોમ મિનિસ્ટર તાડુક્યા અને કહેવા લાગ્યા કે ઘરમાં નોકર ચાકર બધી જ સગવડ અને આખા શહેરમાં કચરો વાળવા જાવ છો ત્યારે અઠવાડિયામાં એકવાર ઘરમાં પણ સાફ-સફાઈની મદદ કરાવો તેવું કહીને તાડુક્યા હતા, સાફ-સફાઈની ઝુંબેશ આવે એટલે ઘણા કાર્યકરો ફોટા વાયરલ ન થાય તે માટે સાવચેતી રાખે છે, અને પેપર અખબારોમાં સવારે પહેલા જાેઈ લે કે, ફોટો આવ્યો નથી ને, નહીંતર પેપર સંતાડી દે ત્યારે ઘણીવાર આ સંદર્ભે કંકાસ પણ થાય, બાકી એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવેલ છે, અમુક વાર તો ખોટું બોલીને આવવું પડે છે, અગાઉ એક કાર્યકરને તો રવિવારના દિવસે જ રજાના દિવસ હોય ત્યારે ફરવા જવાનું નક્કી કરેલ પણ કાર્યક્રમની વિગત આવતા બહાનું પત્ની પાસે કાઢ્યુ કે મિત્રના બાપા ગુજરી ગયા છે, અને કાર્યક્રમ ફરવાનો રદ કરીને સાફ-સફાઈની ઝુંબેશ માં જાેડાયા અને ફોટા સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં વાયરલ થતા, પત્નીની નજર પડતા ઘરમાં ધમાધમ થઈ ગઈ હતી, અને પછી રવિવારના બદલે પાંચ દિવસની ટુર ગોઠવવી પડી અને જે હજારમાં પતતુ હતું, તે બિલ હજારોમાં થયું ત્યારે ઘણીવાર ખોટું બોલવામાં મોટો દંડ પણ આવી જાય પણ પક્ષ માટે હાજરી પુરાવાની, બાયડી છે બૂમો પાડ્યા કરે,
—-
સાફ-સફાઈ ઝુમ્બેશ જે વેગ આપ્યો તે ભારતના વડાપ્રધાન થી લઈને મુખ્યમંત્રી સુધી સાફ-સફાઈમાં જાેડાયા છે, ત્યારે લાખો કાર્યકરો ના કારણે આ ઝુંબેશમાં ઘણી સફળતા મળી છે, ત્યારે એ કાર્યકરોને પણ દિલથી સલામ જે દેશમાં સ્વચ્છતાની ક્રાંતિ લાવ્યા અને ઘણીવાર તકલીફો નો સામનો પણ કર્યો, ત્યારે સફાઈ ઝુંબેશ માં ધમાધમ થાય છે, બાઇડી છે, રાડો પાડે તો શું, ઘડીયાળ પણ રાડોની આવે છે, એ રાડ પાડતી નથી,