વકીલોના હિત માટે હર હંમેશા કવચ બનીને વકીલોના પ્રશ્નોને વાચા આપતા ભાજપ લીગલ સેલના કન્વીનર તથા બારકાઉન્સિલના પૂર્વ ચેરમેન, BCG નાં સંયોજક શ્રી j j પટેલે રાજ્ય સરકાર સમક્ષ ગુજરાતના વકીલોના હિતાર્થ અને લાભાર્થ કલ્યાણ અર્થે ૫ કરોડ ફાળવવાની માંગ કરવામાં આવી છે.અગાઉ પણ વકીલોના હિત માટે રાજ્યની સરકારે ૫ કરોડ, ૬ કરોડ અને ૫ કરોડ તેમ માતબર રકમ રાજ્યની બાર કાઉન્સિલરને સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થ આપેલા છે, તે બદલ લીગલ સેલ દ્વારા ખૂબ ખૂબ આભાર માને છે, અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે તે સમયે અઢી કરોડ રકમ ફાળવવામાં આવી હતી, ભાજપ સરકાર દ્વારા વકીલોના હિતાર્થ રકમ દર વર્ષે આપી રહી છે, ત્યારે ૨૦૨૩-૨૪ના બજેટમાં પુનઃ સમગ્ર ગુજરાતના વકીલોના હિત માટે બારકાઉન્સિલર ઓફ ગુજરાતને પાંચ કરોડની ફાળવણી કરે તેવી માંગ j j પટેલ દ્વારા કરવામાં આવી છે.
———–
કોરોનાની મહામારી થી લઈને અનેક વકીલોના પ્રશ્નોને પ્રાધાન્ય આપનારા j j પટેલ ગુજરાતના દરેક વકીલ એસોસિએશનને મહિનામાં ગમે ત્યારે મળવા જાય, અને પ્રશ્નો હોય તો તેનું સોલ્યુશન લાવવા હર હંમેશા પ્રયત્ન કરતા હોય છે, કોરોનાની મહામારીમાં પણ પોતે વકીલોના પ્રશ્નો માટે તત્પર રહ્યા છે