દવા લેતી વખતે જોજો,..રેડ સ્ટ્રિપનો અર્થ જોખમનું નિશાન

Spread the love

અનેકવાર એવું બનતું હોય છેકે આપણે ડોક્ટરને પૂછ્યા વગર જ કોઈ દવા લઈ લેતા હોઈએ છીએ. ક્યારેક તો તમને તેનાથી ખુબ આરામ મળે પરંતુ દર વખતે એવો આરામ મળે તે જરૂરી નથી. ડોક્ટરની ભલામણ વગર જ દવા લેવાથી ક્યારેક તબિયત વધુ ખરાબ થઈ શકે છે. આમ થવા પાછળ બે કારણ છે. પહેલું કારણ એ કે દવાની પસંદગી યોગ્ય રીતે ન થવાથી તેની સાઈડ ઈફેક્ટ થાય છે.

બીજુ એ કે દવાની પસંદગી તો યોગ્ય છે પરંતુ દવા ક્યારે અને કેટલો ડોઝ લેવો તે ખબર હોતી નથી. આથી ક્યારેય ડોક્ટરની સલાહ વગર દવા ન લેવી તેમને પૂછીને જ લેવી જોઈએ.

દવા લેતી વખતે તમે નોટિસ કર્યું હશે કે કોઈ કોઈ પેક પર લાલ લીટી હોય છે. આ રેડ સ્ટ્રિપ તે દવા વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ આપે છે. આથી તમારે એ જાણવું જરૂરી છે. આ રેડ સ્ટ્રિપ ટેબલેટ અને કેપ્સ્યુલ બંને પર હોઈ શકે છે. જો કોઈ પણ ડોક્ટરની સલાહ વગર આ દવા ખાઈ લે તો તેને મોટી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. જેના કારણે જીવનું જોખમ પણ થઈ શકે છે.વર્ષ 2016માં સ્વાસ્થ્ય મંત્રાલયે એક ટ્વીટ કરીને દવાના પત્તા પર આ રેડ સ્ટ્રિપ વિશે જાણકારી આપી હતી.

આ રેડ સ્ટ્રિપનો અર્થ દવાને ડોક્ટરની સલાહ વગર લેવી નહીં એવો થાય છે. આ લાલ પટ્ટી મોટાભાગે એન્ટીબાયોટિક્સ પર જોવા મળતી હોય છે. કોઈ દવા પર રેડ સ્ટ્રિપનો અર્થ એ ચેતવણી છે કે ડોક્ટરની ભલામણ વગર આ દવા લેવાથી મોટી આડઅસર થઈ શકે છે. આજના સમયમાં અનેક લોકો દવાની એક્સપાયરી ડેટ ચેક કરીને ખરીદે છે. જે રીતે કોઈ દવા માટે એક્સપાયરી ડેટ મહત્વપૂર્ણ હોય છે તે જ રીતે રેડ સ્ટ્રિપ પણ જરૂરી છે. આથી દવા લેતી વખતે એક્સપાયરી ડેટની સાથે રેડ સ્ટ્રિપ પણ ચેક કરી લેવી જોઈએ.

આથી દવા પોતે જાતે લેવી જોઈએ નહીં અને ન તો દુકાનદાર (કેમિસ્ટ)ના સૂચન લેવા જોઈએ. એ ખુબ જરૂરી છે કે કોઈ પણ દવા ખાતા પહેલા ડોક્ટર કે હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને જ્યારે દવા પર લાલ પટ્ટી હોય તો ચોક્કસપણે સલાહ લઈને જ દવા લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com