ખોટાં ડોક્યુમેન્ટ બનાવવાં વાળાઓનું આવી બન્યું, હવે ગુજરાતમાં ઈ-નોટરી સિસ્ટમ આવશે

Spread the love

એફ્ડિેવિટ કરવાની હોય કે પછી ઘરના દસ્તાવેજ કે ભાડા કરાર કરવાના હોય, દરેક લીગલ કામના ડોક્યુમેન્ટેશન માટે નોટરાઇઝેશન કરાવવું જરૂરી છે.

અત્યારે આ કામગીરી ફિઝિકલ થઇ રહી છે અને તેમાં ઘણીવાર ખોટું પણ થાય છે. જૂની તારીખના ડોક્યુમેન્ટ બનાવવા કે પછી બનેલા ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા સહિતની ઘટનાઓ બનતી હોય છે. હવે આવું ન થાય તે માટે દેશમાં ઈ-નોટરી સિસ્ટમ આવશે જેનો સૌથી પહેલી અમલવારી ગુજરાતમાં કરવામાં આવશે. ઈ-નોટરી સિસ્ટમથી ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફેર્મ મળશે અને દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત થશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ વતી ગુજરાત ઈન્ફેર્મેટિક્સના મેનેજિંગ ડિરેક્ટર તુષાર ભટ્ટે નેપબુક્સના ફઉન્ડર આશિષ જૈન સાથે MOU કર્યા હતા. આ કરાર હેઠળ નેપબુક્સ ગાંધીનગરમાં રૂ. 75 કરોડના રોકાણ સાથે ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમનો વિકાસ કરશે. આ પ્રોજેક્ટથી 2025થી આગામી 5 વર્ષમાં અંદાજિત 100 રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. ભારતમાં આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ (AI) અને બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી ઈ-નોટરી સિસ્ટમ ઉભી કરવામાં આવશે. આ સિસ્ટમનો હેતુ દસ્તાવેજના પ્રમાણીકરણ અને ચકાસણી માટે સુરક્ષિત, કાર્યક્ષમ અને પારદર્શક સોલ્યુશન પ્રદાન કરતાં પરંપરાગત નોટરાઇઝેશન પ્રક્રિયામાં ક્રાંતિ લાવવાનો છે.

ગુજરાત નોટરી એસોસિયેશનના પ્રમુખ ધીરેશ શાહે જણાવ્યું કે, ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમ આવવાથી ખોટું કામ બંધ થઇ જશે. જોકે, તેનાથી જે એડવોકેટ નોટરીનું કામ કરે છે તેને કોઈ ફ્રક પડશે નહિ. તેમનું કામ પણ ઓછુ થાય તેવું લાગી રહ્યું નથી. પ્રોસેસમાં ફેર પડશે બાકી કામ તો તે જ કરવાનું છે. આ ઉપરાંત અત્યારે નોટરીમાં શું ડોક્યુમેન્ટેશન થયું, ક્યારે થયું અને કોણે કરાવ્યું તે બધું ટ્રેક થતું નથી. ઈ-નોટરી સિસ્ટમને કારણે હવે આ બધું ટ્રેક થઇ શકાશે અને સરકારને ખબર પડશે કે કોણે શું કર્યું અને ક્યારે કર્યું તેનો રેકોર્ડ રહી શકાશે અને તેમાં ચેડાં કરી શકાશે નહીં.

નેપબુક્સ લિમિટેડના ડિરેક્ટર આશિષ જૈને જણાવ્યું કે, ભારતમાં પરંપરાગત નોટરાઇઝેશન પ્રક્રિયાઓમાં વારંવાર મેન્યુઅલ પ્રક્રિયાઓનો સામનો કરતો હોવાથી વધુ સમય થતો હોય છે. જેમાં વિલંબ, બિનકાર્યક્ષમતા અને સંભવિત છેતરપિંડી જેવા પડકારો પણ નડે છે. AI અને બ્લોકચેન અપનાવી એક વિશ્વસનીય અને ટેમ્પર-પ્રૂફ્ ડિજિટલ નોટરાઇઝેશન સિસ્ટમ બનાવવામાં આવશે, જે ડિજિટલ-ર્ફ્સ્ટ નેશનના ભારતના વિઝનને અનુરૂપ છે.

પ્રસ્તાવિત ઈ-નોટરી સિસ્ટમના ઉદ્દેશો

ડોક્યુમેન્ટ નોટરાઇઝેશન માટે સુરક્ષિત અને પારદર્શક પ્લેટફેર્મ પૂરું પાડવું.

કાર્યક્ષમતા વધારવા અને નોટરાઇઝેશન પ્રક્રિયાઓ માટે જરૂરી સમય ઘટાડવા માટે.

દસ્તાવેજની ચકાસણી અને પ્રમાણીકરણ માટે વિશ્વસનીય ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા.

ભારતમાં ડિજિટલ ટ્રાન્સફેર્મેશન અને પેપરલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા.

કાનૂની અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com