દારૂ પીવાની પરમીટ જોઈએ છે?, તો લાલ દરવાજા પાસે આવેલી નશાબંધી ખાતાનો સંપર્ક કરો

Spread the love

ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતીઓ દારુ પીવામાં કોઇથી પાછળ નથી. આ વાત ફરી એક વાર સાચી સાબિત થઈ છે. પરમીટવાળા લોકો અહીંયા જ પીવે છે જ્યારે પરમીટ વગરના શૌખીન લોકો દીવ-દમણ કે માઉન્ટ આબુ ઉપડી જતા હોય છે. તાજેતરમાં ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી છે. દારુ છૂટની સાથે જ ગુજરાતમાં પરમીટવાળા લોકોના આંકડો સામે આવ્યાં છે.

જેના પરથી ખબર પડે કે કેટલા લોકોએ દારુની પરમીટ લીધી છે. આ સાથે એવો પણ સવાલ છે કે દારુની પરમીટ લેવા માટે ક્યાં અરજી કરવી તો આજે અમે જણાવીશું આ ખાસ એહવાલ.

જ્યારથી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ અપાઈ છે ત્યારથી લોકોના મનમાં પણ શંકા-કુશંકા છે કે કાયદેસરની પરમીટ લેવા માટે શું કરવું અને તેને માટે આખી પ્રોસેસ શું હોય છે? દારુની પરમીટ મેળવવા માટે નશાબંધી ખાતામાં પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. જોકે તમે ઈચ્છો તો ઓફલાઈન અરજી પણ કરી શકો છો. માહિતી માટે લાલ દરવાજા પાસે આવેલી નશાબંધી ખાતાનો સંપર્ક સાધી શકાય છે.

1) હેલ્થ પરમીટ : રાજ્યના વતની,રાજ્ય બહારના પણ ગુજરાતમાં રહેતા વ્યક્તિ અને સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો

2) હંગામી રહેવાસીને કામચલાઉ પરમીટ

3) ટુરિસ્ટ પરમીટ : એક મહિના માટે પરમીટ અપાય છે

4) મુલાકાતી વ્યક્તિ : રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ માટે

5) ગ્રુપ પરમીટ : વિદેશી નાગરિકને સંમેલન કે કોન્ફરન્સ માટે

6) તત્કાલ પરમીટ : મેડિકલ હેતુ માટે જરૂરિયાત હોય તેવા વ્યક્તિને

1) 40 થી 50 વર્ષ સુધી – મહિને ત્રણ યુનિટ

2) 50 થી 65 વર્ષ સુધી – મહિને ચાર યુનિટ

3) 65 વર્ષ કરતાં વધુ – મહિને પાંચ યુનિટ

3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂની પરમીટ લીધી તેવી વિગતો સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમીટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી છે.

2021માં રિન્યુ સહિત 3743 લોકો, 2022માં રિન્યુ સહિત 3079 લોકો તથા 2023માં રિન્યુ સહિત 4103 લોકોએ દારુની પરમિટ લીધી છે. 3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી છે. છેલ્લા 3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી છે. ટોટલ હાલમાં ગુજરાતમાં 43,000 લોકો પાસે દારુની પરમિટ છે અને તેમાં વધારો થઈ રહ્યો છે.

દારૂની પરમીટ માટે સિવિલ હોસ્પિટલમાંથી પરમિશન લેવાની હોય છે અને તેના માટેનો ચાર્જ પણ લેવામાં આવે છે, જેમાં નવી પરમીટ માટે રૂ.20 હજાર જેટલો ચાર્જ લેવામાં આવે છે, જ્યારે જૂની પરમીટ રિન્યુ માટે રૂ.14 હજાર સુધીનો ચાર્જ લેવામાં આવે છે. આ હિસાબે છેલ્લા ત્રણ વર્ષમાં 4થી 6 કરોડની આવક સિવિલને પણ થઈ છે.

ગુજરાત રાજ્યમાં અત્યારે પ્રિમિયમ લીકરની ડિમાન્ડ 40 ટકા સુધી વધી ગઈ છે. દારૂબંધી વચ્ચે હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં પણ અત્યારે વધારો થયો છે. 2020ની વાત કરીએ તો ત્યારે આમાં 27 હજાર લોકો લિકર હેલ્થ પરમિટ ધારકો હતા. જ્યારે 2023ના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો અત્યારે 43 હજાર 470 લોકો લીકર કન્ઝ્યુમ કરનારાઓ છે. રિન્યુઅલ બેકલોગમાં પણ ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે.

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ત્રણ વર્ષમાં લિકર હેલ્થ પરમીટ ધારકોની સંખ્યામાં 58%નો વધારો નોંધાયો છે. સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં 2023માં દારૂનું એકંદર વેચાણ ઓછામાં ઓછું 20% વધ્યું છે. પરમીટ ધારકોની સંખ્યા વધવાથી વેચાણ વધારે થાય છે. જોકે આ બધામાં વેચાણની વૃદ્ધિમાં ફાળો આપનાર મુખ્ય પરિબળ વિઝિટર પરમીટ છે. આ વખતે, મુલાકાતીઓની પરમીટમાં 30%નો વધારો થયો છે, મુખ્યત્વે અહીં યોજાયેલી G20 ઇવેન્ટ્સની શ્રેણી ઉપરાંત વર્લ્ડ કપ ક્રિકેટ મેચો કારણ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com