જિલ્લામાં સામાન્ય બાબતમાં મહિલા ઉપર મારપીટ કરવાના કેસના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. મહિલાઓ ઉપર હુમલા સમયે તેમનો બચાવ થઇ શકે તે માટે મહિલા અભયમની ટીમ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લામાં ગત વર્ષે 933 કરતા વધારે મહિલાઓને અભયમની ટીમ દ્વારા મદદ કરવામાં આવી છે. ક્યાંક જીવન લીલા સંકેલવા પહોંચેલી મહિલાઓને પણ અભયમની ટીમ દ્વારા નવજીવન આપવામાં આવ્યુ છે. ત્યારે ઓક્ટોબર મહિનામાં સૌથીવધુ ઘરેલુ હિંસાના બનાવ સામે આવ્યા છે. જેમાં ઓક્ટોબર મહિનામાં 83 મહિલાઓને મદદ કરી હતી. જિલ્લામાં 5017 કોલ મળ્યા છે.
દેશમાં મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલાઓ
ઉપર અત્યાચારના કેસ વધી રહ્યા છે. ઘર કંકાસથી લઇને
છેડતીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં
ગત વર્ષ 2023માં મહિલા અભયમની ટીમને 5017 કોલ
મહિલાઓની સમસ્યાના મળ્યા છે. જેમાં 933 મહિલાઓને
મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાની કામગીરી જિલ્લાની
અભયમની ટીમ દ્વારા કરવામાં આવી છે. ઘર, ઓફિસ,
જાહેર રસ્તા ઉપર મહિલાઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા
છે, છતા સમાજ મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યો
છે. એક મહિલા ઉપર જાહેરમાં છેડતી થાય તો લોકો તેને
બચાવવાની જગ્યાએ ઘર તરફનો રસ્તો પકડે છે. આ સ્થિતિ
વચ્ચે જિલ્લામાં 933 કરતા વધારે મહિલાઓને એક વર્ષમાં
અલગ અલગ કારણોથી બચાવવામાં આવી છે. ઘરેલું
હિંસાના કેસમાં જિલ્લામાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી
રહ્યું છે.