ગુજરાત સરકારની સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27, જેનો હેતુ રાજ્યને બોલિવૂડ, હોલીવુડ અને પ્રાદેશિક સિનેમાના ફિલ્મ નિર્માતાઓ માટે એક આકર્ષક સ્થળ તરીકે પ્રમોટ કરવાનો છે, તેને મનોરંજન ઉદ્યોગ તરફથી ઉત્સાહી પ્રતિસાદ મળ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પોલિસીએ ફિલ્મ નિર્માણ, સ્ટુડિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્ટિંગ સ્કૂલ માટે હજારથી વધુ કરોડના એમઓયુ આકર્ષવામાં મદદ કરી છે, એમ અધિકારીઓએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જણાવ્યું હતું.
સપ્ટેમ્બર 2022માં શરૂ કરાયેલી આ નીતિએ ફિલ્મ નિર્માણ, સ્ટુડિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અભિનય શાળાઓ માટે રોકાણ આકર્ષવામાં મદદ કરી છે.
નીતિ અને તેની અસર વિશે વાત કરતાં, ગુજરાતના પ્રવાસન સચિવ હરીત શુક્લાએ જણાવ્યું હતું કે તેણે રાજ્યને ફિલ્મ મૂવીઝ અને OTT શ્રેણીના મુખ્ય સ્થળ તરીકે ઉભરવામાં મદદ કરી છે. “કેટલીક OTT શ્રેણીઓ સંપૂર્ણપણે ગુજરાતમાં આધારિત છે, અને અમે આ વર્ષે ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં લાવવામાં પણ સફળ રહ્યા છીએ. અમે જાન્યુઆરીમાં ગુજરાતમાં એવોર્ડ્સનું આયોજન કરવા માટે વિશ્વવ્યાપી મીડિયા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે,” તેમણે જણાવ્યું હતું.
આમ ગુજરાત સરકારની સિનેમેટિક ટુરિઝમ પોલિસી રાજ્યમાં વધુને વધુ રોકાણ આકર્ષે તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં ઉમરગામ ખાતે કેટલીય ટીવી સીરિયલોનું અને તેમા પણ ખાસ કરીને પૌરાણિક ટીવી સીરિયલોનું શૂટિંગ થાય છે. તેથી ગુજરાત એક શૂંટિંગ સ્થળ તરીકે ફિલ્મ શૂટિંગના મેપ પર ઉભરી આવ્યું છે. આ સિવાય ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છના રણમાં પણ અનેક હિન્દી, ગુજરાતી અને પ્રાદેશિક ફિલ્મોનું શૂટિંગ થયું છે. આ પ્રકારના શૂટિંગ માટે વન વિન્ડો ઓલ મંજૂરીની પોલિસીએ ગુજરાતમાં શૂટિંગ કરવા વિવિધ ફિલ્મ નિર્માતાઓ અને ડિરેક્ટરોને આકર્ષ્યા છે. તેથી આગામી સમયમાં આવા વધુ શૂટિંગ જોવા મળી શકે.