ગુજરાતનું કહેવાતું જીજે 18 ખાતે વાઇબ્રન્ટ માં દેશ વિદેશમાંથી રોકાણકારો આવી રહ્યા છે ત્યારે તંત્રએ દબાણના નામે લારી ગલ્લા ઝૂંપડા ગાયો હટાવી પણ રોડ રસ્તા તથા ચાર રસ્તાઓ ઉપર ભિખારીઓ દ્વારા સિગ્નલ બંધ થાય અને તમામ ગાડીઓનો ઘેરો ઘાલીને કાચ ઉપર પાણી નાખીને ધોવાના નાટકો કરીને પૈસા પડાવતી બંન્ટી બબલી પરિવાર સાથે ત્રાટકી છે ત્યારે વાઇબ્રન્ટમાં આવતા અન્ય ઉદ્યોગકારો રોકાણકારો રોડ રસ્તા પર માંગતા ભીખારીઓને જોઈને ઝટકો અનુભવી રહ્યા છે ત્યારે તંત્રએ સપાટો બોલાવવાની પણ માંગ ઉઠવા પામી છે.
વાઇબ્રન્ટમાં અનેક રોકાણકારો આવી રહ્યા છે ત્યારે મુખ્ય માર્ગો ઉપર ભિખારીઓની સંખ્યા હમણાં તોતિંગ વધી છે ત્યારે અમદાવાદ ખાતે કડક હાથે કામ લેતા ત્યાંથી હવે ભિખારીઓ અહીંયા એમઓયુ કરવા આવી ગયા છે? વાઇબ્રન્ટમાં એમઓયુ કરવા આવેલા અનેક રોકાણકારો માટે ભિખારીઓ પ્રશ્નાર્થ બન્યા છે, શહેરના મુખ્ય માર્ગો એવા ઘ માર્ગ ઉપર જાણે કબજો જમાવ્યું હોય તેવું લાગી રહ્યું છે