ઉત્તરાયણનો પર્વ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ કાતિલ દોરીના કારણે મોતના બનાવો પણ સામે આવવા લાગ્યા છે. આવો જ વધુ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરના નાના વરાછામાં એક્ટિવા પર જઈ રહેલી યુવતીનું પતંગની દોરીના કારણે ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી અમૃત રેસિડન્સીમાં રહેતી દિક્ષિતા ઠુમ્મર (22) નામની યુવતી આજે સાંજે એક્ટિવા પર નાના વરાછાના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી.આ દરમિયાન અચાનક પતંગની દોરી વચ્ચે આવી જતાં દિક્ષિતાનું ગળું કપાઈ ગયું હતુ.
પતંગની દોરી ગળે વીંટાઈ જવાથી દિક્ષિતા એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતુ. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દિક્ષિતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.