કડક પગલા લેવામાં સરકાર બિલકુલ પાછી પાની નહીં કરે,તપાસ રિપોર્ટ આવતાની સાથે જ જવાબદાર સામે સરકાર બિલકુલ સખ્ત પગલા લેશે : ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હેલ્થ કમિશનર હર્ષદ પટેલે આજે સિવિલ હોસ્પિટલની મંજુશ્રી હોસ્પિટલમાં આંખની સારવાર અર્થે આવેલ દર્દીઓની મુલાકાત લીધી હતી
અમદાવાદ
હાલમાં 10 જાન્યુઆરીના અમદાવાદના માંડલમાં રામનાથ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન બાદ કેટલાંક લોકોની આંખોની રોશની જવાની ઘટના સામે આવી છે. અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં છે. જેમાં 12 દર્દીઓને સિવિલ હોસ્પિટલની મંજુશ્રી હોસ્પિટલમાં આંખની સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હેલ્થ કમિશનર હર્ષદ પટેલ સિવિલ આંખની હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા.ડોક્ટરનું કહેવું છે કે, તપાસ કર્યા વિના કોઈપણ તારણ આપી શકાય તેમ નથી. તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તપાસનો રિપોર્ટ સોંપવા સરકારને આદેશ કર્યો છે.સિવિલની મુલાકાતે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, અસારવા સિવિલમાં 17 દર્દીની સારવાર ચાલી રહી છે. જેની સાથે જ સરકારે અંધાપાની નોંધ ગંભીરતાથી લીધી છે.જે પણ મેડિકલી મુશ્કેલી આવશે કે પછી દર્દીઓની જે પણ હાલત હશે, તેનું મેડિકલ ટીમ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે. આ સાથે જ સરકારે પણ આ બનાવને ગંભીર લીધો છે. તપાસ રિપોર્ટ આવતાની સાથે જ જવાબદાર સામે સરકાર બિલકુલ સખ્ત પગલા લેશે.તેમજ આવી ઘટના ફરી ન બને તેવી કાર્યવાહી કરવામાં આવશે.પટેલે મહિલા વોર્ડની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અન્ય વોર્ડમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. એક જ દિવસે મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ 50 વર્ષથી વધુ વયના 5 દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ રવાની સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.પરિસ્થિતિની ગંભીરતા જોતા વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાંથી રેટિના અને કોર્નિયા એક્સપર્ટની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જેની તપાસમાં અન્ય 12 દર્દીઓને આંખની દ્રષ્ટિમાં ગંભીર સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે તમામને દર્દીઓને ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને આગળની તપાસ બાદ દર્દીઓની સમસ્યાનું કારણ જાણી શકાશે.