સેલ્ફાઇનાસ કોલેજમાં અભ્યાસ કરતાં OBCના વિદ્યાર્થીને છેલ્લાં બે વર્ષથી સ્કોલરશીપ મળી નથી : NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી

Spread the love

એનએસયુઆઈના ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિડ્યુલ કાસ્ટ વેલફેર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતીક સાવાલિયને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા અંગે આવેદનપત્ર આપ્યું

 

સ્કોલરશીપ તાત્કાલિક ધોરણે આપવામાં નહીં આવે તો સમાજ કલ્યાણ કચેરીમાં તાળાબંધી કરવામાં આવશે :SC, STના વિદ્યાર્થીઓ આજ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે : NSUI

તાત્કાલીક વિદ્યાર્થીઓની બાકી રહેલ સ્કોલરશીપ આપવામાં આવે તેવી N.S.U.I ની માંગણી

જે વિદ્યાર્થીએ બેંકના ખાતામાં આધાર કાર્ડ લિંક કર્યું હશે તે જ વિદ્યાર્થી સ્કોલરશીપ મળવા પાત્ર છે : ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતીક સાવલિયા

એનએસયુઆઈના ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકી

અમદાવાદ

એનએસયુઆઈના ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ શિડ્યુલ કાસ્ટ વેલફેર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતીક સાવાલિયને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા અંગે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સેલ્ફાઇનાસ કોલેજમાં અભ્યાસ કરતાં OBCના વિદ્યાર્થીને છેલ્લાં બે વર્ષથી સ્કોલરશીપમળી નથી જો આ સ્કોલરશીપ તાત્કાલિક ધોરણે આપવામાં નહીં આવે તો સમાજ કલ્યાણ કચેરીમાં તાળાબંધી કરવામાં આવશે.

ગુજરાતમાં ધણા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. કે સેલ્ફાઇનાસ કોલેજમાં અભ્યાસ કરતાં OBCના વિદ્યાર્થીને છેલ્લાં બે વર્ષથી સ્કોલરશીપ મળેલ નથી. આ વિદ્યાર્થીઓની આર્થીક પરિસ્થિતી સારી નથી હોતી જેથી આ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપના ભરોસે અભ્યાસ કરતાં હોય છે. જ્યારે આ વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી સ્કોલરશીપના મળવાના હિસાબે ખૂબજ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સરકાર પાસે શું ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ આપવા પૈસા નથી ? એવી જ રીતના SC, STના વિદ્યાર્થીઓ આજ પરિસ્થિતીનો સામનો કરી રહ્યા છે. સ્કોલરશીપ ન મળવાના કારણે અધવચ્ચેથી અભ્યાસ અધૂરો મૂકી રહ્યા છે. જેથી અમારી માંગણી છે. કે તાત્કાલીક વિદ્યાર્થીઓની બાકી રહેલ સ્કોલરશીપ આપવામાં આવે તેવી N.S.U.I ની માંગણી છે.પ્રતીક સાવલિયાએ આ અંગે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીએ બેંકના ખાતામાં આધાર કાર્ડ લિંક કર્યું હશે તે જ વિદ્યાર્થી સ્કોલરશીપ મળવા પાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com