અયોધ્યામાં રામ મંદિરનુ સપનુ સાકાર થયું છે. કરોડો હિન્દુઓનું સપનુ સાકાર થયું છે. આજે રામ મંદિરના દરવાજા ભક્તો માટે ખૂલી ગયા છે. ત્યારે હવે રામ મંદિરનું મહત્વ વધી ગયું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની આગામી મહિનાની કેબિનેટ અયોધ્યામાં કરે તેવી શક્યતા છે. સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી ૨૨ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સરકારની કેબિનેટ મીટિંગ મળશે. જે અયોધ્યામાં મળે તેવી શક્યતા છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ભુપેન્દ્ર પટેલ ફરી રામ મંદિરની મુલાકાતે જઈ શકે છે, જેમાં તેમનું કેબિનેટ પણ તેની સાથે હશે અને રામ લલ્લાના આંગણે જ કેબિનેટ બેઠક મળી શકે છે. આજથી ગૃહમંત્રી અમિત શાહ મિશન ૨૦૨૪ની શરૂઆત કરાવશે. આજે ગૃહમંત્રી અમિત શાહ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા
ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર લોકસભા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. સાથે જ અન્ય લોકસભા કાર્યાલયોનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. અમિત શાહ દ્રહજીફની કોન્ફરન્સમાં હાજરી આપશે. તેમજ રાણીપમાં રામ મંદિરના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થતા જ ભાજપ લોકસભા ચૂંટણી મોડમાં આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતાઓની આજે
આમદાવાદમાં ઉપસ્થિતિ છે. આજે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક મુજબ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત થશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પોતે અમદાવાદમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું જેપી નડ્ડા ઉદ્ઘાટન કરશે. થલતેજ એસજીહાઇવે સ્થિત અમિત શાહના નિવાસ્થાન નજીક જ કાર્યાલય બનાવવામા આવ્યું છે.