ગુજરાતના અલગ અલગ 18 શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી 66 લાખનો તોડ કરનાર ઝડપાયો

Spread the love

ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTI થી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો – ટ્રસ્ટીઓનો લાખો રૂપિયાનો તોડ કરતાં ગાંધીનગરના સેકટર – 7/ડીમાં રહેતા મહેંદ્ર નનુભાઈ પટેલ વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના અલગ અલગ 18 શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકીઓ આપી 66 લાખનો તોડ કરનાર મહેંદ્ર પટેલને સીઆઇડી ક્રાઇમે ઉઠાવી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે.

સુરત ખાતે રહેતા પ્રવિણભાઇ કેશુભાઈ ગજેરા જય અંબે

વિદ્યાભવનનના ટ્રસ્ટી છે. તેઓ વર્ષ 2008 થી જય અંબે

વિદ્યાભવન નામની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ગુજરાતમાં

બરોડા, ભરૂચ, રાજપીપળા, સુરત, અંકલેશ્વર, બારડોલી,

વ્યારા, નવસારી, વલસાડ, ધરમપુર, ભીલાડ, વાપી, ચીખલી

વિગેરે મળી કુલ- 18 સ્કુલો ચલાવે છે. વર્ષ – 2012 માં

તેમની વાપીની સ્કૂલના લેન્ડ લાઇન પર મહેંદ્ર પટેલે ફોન

કરીને કહેલું કે, તમારી સ્કુલ બંધ કરી દો નહી તો હું તમારી

સ્કુલ બંધ કરાવી દઈશ. અને હવેથી તમો સ્કુલમાં બાળકોના

એડમિશન આપતા નહીં કહીને તેવુ ફોન મુકી દીધો હતો.

જેનાં થોડા સમય પછી મહેન્દ્ર પટેલ નવસારી જીલ્લાના ચીખલી ગામે આવેલ જય અંબે વિદ્યાભવન ખાતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ ગાડી લઈને ગયો હતો. અને સંસ્થાના ડોક્યુમેન્ટની ચકાસણી કરવા માંગતો હતો. ત્યારબાદ અલગ-અલગ ઉક્ત સંસ્થાઓ વિરૂધ્ધ લાગુ પડતી ડી.ઓ. કચેરીમાં આરટીઆઈ કરી સ્કુલના ડોક્યુમેન્ટ મેળવી લેતો હતો. બાદમાં ડોક્યુમેન્ટ અપૂરતા હોવાનું કહીને રૂપિયાની માંગણી કરતો હતો. જો કે વર્ષ – 2012 થી 2014 સુધી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે ઉક્ત સ્કુલને લગતાં ડોક્યુમેન્ટની પૂર્તતાની કાર્યવાહી શરૂ થઈ હતી. એટલે બન્ને પક્ષકારો પ્રવીણભાઈ અને મહેંદ્ર પટેલ હાજર રહ્યા હતા.

ત્યારે મહેંદ્ર પટેલે અરજી પાછી ખેંચી લેવા પૈસાની માંગણી કરી હતી. આ તરફ વારંવાર ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીના ધક્કા પોષાતા ન હોય પ્રવીણભાઈએ સંસ્થામાં ભણતા બાળકો તથા સ્કુલના શિક્ષકોનુ ભવિષ્ય ખરાબ ન થાય તેમ સમજી મહેંદ્ર પટેલે માગેલી રકમ આપી દેવા તૈયારી દર્શાવી હતી. જે અન્વયે તેમણે મહેંદ્રને તેના ચૌધરી સ્કૂલની સામે આવેલ સેકટર – ડીનાં ઘરે જઈને 11 લાખ રોકડા આપ્યા હતા.

ત્યારે આટલેથી નહીં અટકેલા તોડબાઝ મહેંદ્ર પટેલે અલગ અલગ જિલ્લામાં ચાલતી જય અંબે વિદ્યાભવન નામની સ્કુલો સામે પણ ખોટી અરજીઓ કરી રૂપિયાની માંગણી કરાઈ હતી. એટલે પ્રવીણભાઈ પાસેથી વર્ષ – 2015 થી 2017 દરમ્યાન કુલ 66 લાખ મહેંદ્ર પટેલે ધાક ધમકીઓ આપી પડાવી લીધા હતા. તે પછી પણ મહેંદ્ર પટેલ વારંવાર વધુ રૂપિયાની માંગણી કરી પ્રવીણભાઈને લાંબા સમય સુધી જેલમાં ધકેલી દેવાની ધાક ધમકીઓ આપતો રહેતો હતો. બાદમાં પ્રવીણભાઈને માલુમ પડયું હતું કે, મહેંદ્ર પટેલ ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ઉક્ત મોડસ ઓપરેન્ડીથી તોડપાણી કરી રહ્યો છે. આખરે તેમણે ફરિયાદ આપતા સીઆઇડી ક્રાઇમ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com