મુંબઈ મેરેથોનમાં ઇન્ડિયન એલિટ વુમન કેટેગરીમાં ગુજરાતની દીકરી નિરમાબેન ઠાકોર વિનર બન્યાં, તેમણે 2 કલાક, 47 મિનિટ ને 11 સેકન્ડમાં 41.195 કિમીનું અંતર કાપ્યું

Spread the love

હાલમાં જ મેં મુંબઈ મેરેથોન જીતી, પરંતુ હું છેલ્લાં ત્રણ

વર્ષથી નાસિકમાં રહું છું અને ત્યાં એક રૂપિયો પણ ખર્ચ

કરું તો એ ઉધાર લીધેલો હોય છે. મારી પર ઘણું જ દેવું

છે અને આ પૈસા ચૂકવ્યા બાદ જે વધશે એમાંથી મારા માટે

ખર્ચ કરી શકીશ. જો મને કોઈ નાણાકીય સપોર્ટ કરે તો હું

હજી સારું પરિણામ આપી શકું એમ છું. અમે કંઈ એવા

સધ્ધર નથી, મારા પેરેન્ટ્સ સામાન્ય ખેડૂત છે. તેમની પાસે

પૈસા માગવામાં મને ઘણી જ શરમ આવે છે. મહિનાનો

ખર્ચ 15થી 20 હજાર જેટલો થાય છે, એમાંય જો શૂઝ કે

ડ્રાયફ્રૂટ્સ ખરીદું તો એ મહિને ખર્ચો 25 હજારથી પણ વધી

જાય છે. આ બધા માટે હું ઊંચા વ્યાજદરે પૈસા લઉં છું. મેં

એક નોટબુકમાં આ તમામ હિસાબ લખ્યા છે. પછી મારી

પાસે જ્યારે પૈસા આવે ત્યારે હું પરત આપું. મેરેથોન જીતવા

માટે મેં દોઢ લાખ રૂપિયા તો ખાલી મારા શૂઝ પાછળ જ

ખર્ચી નાખ્યા. મારા શૂઝ જ સૌથી મોંઘા હોય છે…..’

આ શબ્દોમાં રહેલી પીડા છે ગુજરાતના ઠાકોર સમાજની દીકરી નિરમાબેનની. હાલમાં જ યોજાયેલી મુંબઈ મેરેથોનમાં ઇન્ડિયન એલિટ વુમન કેટેગરીમાં ગુજરાતની દીકરી નિરમાબેન ઠાકોર વિનર બન્યાં. તેમણે 2 કલાક, 47 મિનિટ ને 11 સેકન્ડમાં 41.195 કિમીનું અંતર કાપ્યું હતું. સામાન્ય ખેડૂત પુત્રીએ નિરમાબેને આ સિદ્ધિ માત્ર 27 વર્ષની ઉંમરમાં મેળવી. નિરમાબેનને મુંબઈ મેરેથોન જીતતાં પાંચ લાખ રૂપિયા મળ્યા છે, પરંતુ તેમની સાથે દેવું ચૂકવ્યા બાદ પૈસા વધશે કે નહીં એ પણ એક સવાલ છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર એપે નિરમાબેન, તેમના પિતા ભરતભાઈ તથા કોચ રમેશભાઈ દેસાઈ અને વિજેન્દ્ર સિંહ સાથે ખાસ વાતચીત કરીને તેમના સંઘર્ષને જાણ્યો હતો.

વાતચીતમાં નિરમાબેન ઠાકોરે પોતાની આર્થિક સ્થિતિ સારી ના હોવાની વાત કરી હતી અને જો તેમને યોગ્ય સહકાર મળે તો ઓલિમ્પિકમાં તે જીતી શકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આટલું જ નહીં, નિરમાબેનના બંને કોચે પણ આ જ વાત કરી હતી. હાલમાં નિરમાબેન નાસિકના વિજેન્દ્ર સિંહ પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે, તેમણે પણ આર્થિક મદદ કરવાની વિનંતી કરી હતી.

પાટણના હાજીપુરાનાં નિરમાબેન જણાવે છે, ‘મારાં મમ્મી જ્યોત્સ્નાબેન ને પપ્પા ભરતજી બંને ખેતીકામ કરે છે. ચાર ભાઈ-બહેનોમાંથી હું સૌથી મોટી છું, બંને નાની બહેનો ને નાનો ભાઈ ભણે છે. અમારી પાસે ખાસ કંઈ જમીન નથી. અમે ઘણા જ સામાન્ય પરિવારના છીએ. છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેક્ટિસ માટે નાસિકમાં રહું છું.’

દોડવામાં કેવી રીતે રસ પડ્યો એ અંગે વાત કરતાં નિરમાબેન કહે છે, ‘અમારા ગામની કેટલીક છોકરીઓ દોડવા જતી હતી. ત્યારે મને પણ તેમની સાથે દોડવાની ઈચ્છા થઈ. નાની હતી ત્યારે ક્યારેય સતત એક કલાક દોડી હોઉં એવું બન્યું નહોતું. નાનપણમાં આપણે બધું ગમ્મતમાં લેતા હોઈએ અને ઘરની બહાર નીકળીને આ બધું કરવામાં મને મજા પણ આવતી હતી એટલે દોડતી હતી. જેમ જેમ મેં પ્રેક્ટિસ કરી એમ એમ મને રનિંગમાં મજા આવવા લાગી. પછી સમજણ આવી કે કંઈક મેળવવું હશે તો મહેનત કરવી જ પડશે. એટલે મેં પ્રેક્ટિસને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. આમ તો મેં 13-14ની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું, પરંતુ એ સમયે પ્રેક્ટિસને ગંભીરતાથી લેતી નહોતી.’

શરૂઆતમાં દોડવા અંગેની વાત કરતાં નિરમાબેન કહે છે, ‘ગામડે જ્યારે દોડવાનું શરૂ કર્યું ત્યારે ખુલ્લા પગે જ દોડતી. પછી સ્કૂલના સરે કહ્યું કે શૂઝ પહેરીને દોડવાનું તો એ સમયે અમારા ત્યાં 99 રૂપિયાના વ્હાઇટ શૂઝ મળતા. મેં પહેલીવાર પગમાં શૂઝ પહેર્યા ત્યારે મને ઘણી જ નવાઈ લાગી હતી. ત્યારે તો બહુ પ્રેક્ટિસ પણ કરતી નહોતી એટલે આ શૂઝ છથી સાત મહિના આરામથી ચાલી જતા. પછી ખબર પડી કે આ શૂઝ રનિંગના નથી અને એ રનિંગમાં કોઈ કાળે ચાલે નહીં. ત્યાર બાદ બ્રાન્ડેડ શૂઝ પહેરવાનું શરૂ કર્યું.’

નિરમાબેનના પિતા ભરતભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘અમે ખેતમજૂરી ને પશુપાલનનું કામ કરીએ છીએ. દીકરીએ જ્યારે દોડવાની વાત કરીને આગળ વધવાનું કહ્યું તો અમે તેને ક્યારેય રોકી નહીં. મારી પાસે તો આટલા બધા પૈસા ના હોય, પરંતુ હું ગામડે ઓળખીતાઓ પાસેથી ઉધાર લઈને નિરમાને અહીં સુધી મોકલી શક્યો છું. આ ઉપરાંત નિરમાના ગુરુજી રમેશભાઈનો ઘણો જ સપોર્ટ છે. જ્યારે નિરમાએ કેન્યા ટ્રેનિંગ લેવાની વાત કરી ત્યારે પણ મેં પૈસાને કારણે ના જઈશ એવું કંઈ જ કહ્યું નહોતું. મેં ત્યારે સાડાત્રણ લાખ ઉધાર લીધા અને દીકરીને ટ્રેનિંગ માટે કેન્યા મોકલી. દેવા અંગેની વાત કરતાં જ ભાવુક થઈને ભરતભાઈએ કહ્યું, મારા માથે છ લાખ રૂપિયા જેટલું દેવું છે. વર્ષે એક લાખ રૂપિયાનું તો હું વ્યાજ જ ભરું છું. નિરમા નાસિક ગઈ છે, પછી તેણે ભાગ્યે જ મારી પાસે પૈસા માગ્યા છે. મારી એક દીકરીએ બિન સચિવાલયની એક્ઝામ આપી છે, દીકરો ને દીકરી બંને કોલેજમાં ભણે છે. અમારે બે ભાઈ વચ્ચે ચારેક વીઘા જમીન છે.’

નિરમાબેન પોતાની આર્થિક સ્થિતિની મજબૂરીને કારણે

યોગ્ય ડાયટ, ફિઝિયો ને આધુનિક સવલતો મેળવી શકતાં

નહીં હોવાની પીડા વ્યક્ત કરતાં કહે છે, ‘મારે ઓલિમ્પિકમાં

જઈને દેશનું નામ રોશન કરવું છે, પરંતુ એ માટે ખાસ્સા પૈસા

જોઈએ, પણ હાલમાં મારી પાસે કોઈ જોબ નથી. હું મારી

મહેનતથી આ પ્રેક્ટિસ ને બધું કરું છું. ઓલિમ્પિકમાં જીતવું

હોય તો મને સપોર્ટ આપનારા જોઈએ. નાણાકીય સપોર્ટ

હશે તો જ હું પ્રોપર ડાયટ, ફિઝિયોથેરપી સહિતની આધુનિક

સવલતો મેળવી શકીશ. હાલ તો મારી પાસે કંઈ જ કહેતા

કંઈ જ નથી. પૈસેટકે કોઈ મદદ કરે તો હું ઓલિમ્પિકમાં

જીતી શકું તેમ છું. એકલા હાથે તો હવે હું કેટલો ખર્ચ કાઢી

शर्छु?’

ગુજરાત સરકારની કોઈ મદદ મળી નથી ‘હાલમાં તો મને ગુજરાત સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના હેઠળ પૈસા મળે એવો પ્રયાસ કરીશ. આ યોજના હેઠળ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ માગવામાં આવે છે અને હું ગયા વર્ષે ચીનમાં યોજાયેલી એક સ્પર્ધામાં ગઈ હતી. જો આ સર્ટિફિકેટ ચાલી જાય તો મારા નસીબ, બાકી તો મારે જાતે જ બધું કરવું પડશે.’

‘કોચની વાત કરું તો તેમને કોઈ સ્પોન્સર મળે તો તેઓ અમને ચોક્કસથી મદદ કરતા હોય છે. બાકી તો બધું જાતે જ કરવાનું હોય. હું જે પણ મેરેથોન જીતું એમાંથી 25% રકમ કોચને મળે. અલગથી ફીની વાત કરું તો કંઈક બે હજાર રૂપિયા હોય છે, પરંતુ હવે મારી પાસે કંઈ બચતું જ નથી તો હું અલગથી ફીના પૈસા તો કેમના ચૂકવી શકું?’

‘જો તમે પ્રેક્ટિસ વધારે કરો તો શૂઝ ત્રણેક મહિનામાં જ ઘસાઈ જાય. જો પ્રેક્ટિસ થોડી ઓછી કરી હોય તો શૂઝ છ-સાત મહિના ચાલે. હું છેલ્લા એક વર્ષથી મેરેથોન માટેની પ્રેક્ટિસ કરું છું અને એ માટે મેં અલગ અલગ 10 જોડી શૂઝ લીધા હતા. મેં ખાલી શૂઝ પાછળ જ દોઢ લાખ જેટલો ખર્ચ કર્યો, જેમાં કોઈ 17 હજારના, કોઈ 18 હજાર, કોઈ 24 હજારના, તો કોઈ 12 હજાર તો કોઈક સાડાસાત હજારના હતા.’ શૂઝ માટેના પૈસા ક્યાંથી લીધા, એ પૂછતાં જ થોડાક ભાવુક સ્વરે નિરમાબેન કહે છે, ‘મેં આ તમામ પૈસા ઉધાર જ લીધા હતા. સાવ સાચું કહું તો નાસિકમાં હું એક રૂપિયો પણ ખર્ચ કરું છું તો એ મારો ઉધાર લીધેલો જ छे.’

નિરમાબેન વાતને આગળ વધારતાં કહે છે, ‘કર્ણાટકની મેંગલોર યુનિવર્સિટીમાંથી મેં MAનો અભ્યાસ કર્યો. આ યુનિવર્સિટીમાં એટલા માટે એડમિશન લીધું કે આ યુનિવર્સિટી સ્પોર્ટ્સ રમતા દરેક ખેલાડીને મહિને 18 હજાર રૂપિયા સ્કોલરશિપ આપતી તો આ રીતે મારો ખર્ચ નીકળતો. આમ પણ સ્વાભાવિક છે કે અમને જ્યાંથી પૈસા મળતા હોય એ અમે પહેલા પસંદ કરીએ, કારણ કે અમારા માટે ખર્ચો કાઢવો મહત્ત્વનો છે. આ યુનિવર્સિટી તરફથી હું ગયા વર્ષે ઓગસ્ટમાં ચીન રમવા ગઈ હતી. ચીનમાં ફુલ મેરેથોન નહોતી, પરંતુ હાફ મેરેથોન એટલે કે 21 કિમીની સ્પર્ધા હતી. ચીનની યુનિવર્સિટીએ જ રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. અમારી યુનિવર્સિટીએ એક ખેલાડી માટે એક લાખ ને 86 હજાર રૂપિયા ભર્યા હતા અને અમે કોલેજમાંથી કુલ 10 જણા આ રીતે ચીન રમવા ગયા હતા. ત્યાં મેરેથોન ઉપરાંત અલગ અલગ સ્પોર્ટ્સ ગેમ હતી. ભારતની વિવિધ યુનિવર્સિટીમાંથી બહુ બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ઇન્ડિયાની ટીમ પાંચમા સ્થાને હતી. ચીનમાં અમે ભારતની એક ટીમ તરીકે ભાગ લીધો હતો એટલે હું કયા ક્રમે રહી એ તો મને ખ્યાલ નથી. ટીમ ઇન્ડિયામાં ચાર છોકરી રમે એ રીતે દોડવાનું હોય. હું ચીન સિવાય ક્યાંય ઇન્ટરનેશનલ લેવલે રમવા ગઈ નથી.’

નોકરી અંગે નિરમાબેન કહે છે, ‘હવે તો મારું ભણવાનું પૂરું થઈ ગયું છે એટલે સ્પોર્ટ્સમાં સારું રિઝલ્ટ લાવીને મને સરકાર સ્પોર્ટ્સ ક્વૉટામાં જલદીથી જોબ આપે તો સારું. મારી ઈચ્છા તો ઇન્કમટેક્સ વિભાગમાં જોબ મળે એવી છે.’

નિરમાબેન કહે છે, ‘ટાટા મેરેથોન જીતવા છેલ્લાં ત્રણ વર્ષથી

નાસિકમાં રહું છું. આ માટે તો મેં ઘણી જ ટફ પ્રેક્ટિસ કરી.

હું અંદાજે દિવસના ત્રણથી સાડાત્રણ કલાક પ્રેક્ટિસ કરતી.

નાસિક કેમ આવવું પડ્યું, એ કારણ અંગે નિરમાબેન જણાવે

છે, હું 2021માં નાસિક આવી. ગુજરાતમાં રમેશભાઈ દેસાઈ

પાસેથી રનિંગની તાલીમ લીધી. મારા કોચ રમેશભાઈએ જ

મને કહ્યું હતું કે વધુ સારી ટ્રેનિંગ લેવી હોય તો તારે કોઈ

સારા ગ્રુપમાં જવાની છે. તે ગ્રુપ સાથે તારી પ્રેક્ટિસ સારી

થશે અને સારું રિઝલ્ટ આપી શકીશ. રમેશભાઈએ જ મને

નાસિકમાં મારા હાલના કોચ વિજેન્દ્રભાઈ સિંહનો સંપર્ક કરી

આપ્યો.’

નાસિકમાં કેવી રીતે પ્રેક્ટિસ કરો છો, એ અંગે વાત કરતાં

નિરમાબેને જણાવે છે, ‘અમારે અલગ-અલગ ટાઇમે પ્રેક્ટિસ

કરવાની હોય. ક્યારેક સવારે સાડાચાર, ક્યારેક પાંચ, ક્યારેક

સાડાછ વાગ્યે પ્રેક્ટિસ શરૂ થાય. એમાંય એક દિવસ રોડ પર

અને એક દિવસ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ હોય, જેમ કે સોમવારે

ગ્રાઉન્ડ પર, મંગળવારે રોડ પર, બુધવારે ગ્રાઉન્ડ… આ રીતે

અમે દોડવાની પ્રેક્ટિસ કરીએ. કેટલા કલાક દોડવાનું હોય,

એ સવાલમાં તેઓ કહે છે, એ નક્કી હોતું નથી. ક્યારેક અમે

એક કલાક તો ક્યારેક બે કલાક સતત દોડીએ છીએ. દોડતાં

પહેલાં અમે ખાસ કોઈ વર્કઆઉટ કરતા નથી, પરંતુ હા,

સ્ટ્રેચિંગ કરીને પછી દોડવાની પ્રેક્ટિસ કરીએ. દોડવાનું પૂરું

કરતી વખતે શું ખાસ ધ્યાન રાખવાનું, એ અંગે નિરમાબેન

જણાવે છે, સતત દોડવાને કારણે બૉડી એક રિધમમાં

આવી જાય છે, દોડવાનું એકદમથી પૂરું કરી દેવામાં આવતું

નથી. ધીમે ધીમે સ્પીડ ઘટાડીએ અને એકદમ સ્લો મોડમાં

આવીએ. ત્યાર બાદ સ્ટ્રેચિંગ કરીએ અને પછી અમારી

પ્રેક્ટિસ પૂરી થાય. રનિંગ પ્રેક્ટિસ બાદ અમે પૂરતો આરામ

કરીએ.’

નાસિકમાં રહેવા અંગેની વાત કરતાં નિરમાબેન કહે છે, ‘નાસિકમાં રૂમ ભાડે રાખીને મારા સહિત ચાર છોકરી છે, જેમાં એક ઝારખંડની અને બીજી બે મહારાષ્ટ્રની છે. આ ત્રણ પણ રનિંગ પ્રેક્ટિસ કરવા માટે જ નાસિક આવી છે. રૂટિનની વાત કરું તો સવારે પ્રેક્ટિસ કરીને રૂમ પર આવું એટલે જાતે નાસ્તો તૈયાર કરું. ત્યાર બાદ થોડો આરામ કરું. પછી ઊઠીને જમવાનું બનાવું જમીને બધું કામ પતાવીને પાછો આરામ કરીએ. સાંજ પડે એટલે પાછી પ્રેક્ટિસ કરીએ. પરત આવીને પાછી રસોઈનું કામ કરવાનું. રાત્રે જેમ જલદી બને એટલું બધું કામ વહેલું પતાવીને સૂવાનો પ્રયાસ કરીએ, જેથી સવારે વહેલા ઊઠી શકાય.’

જ્યારે ડાયટના સવાલ અંગે નિરમાબેન જણાવે છે, ‘હું નોનવેજ ખાતી નથી. એટલે પ્રોટીન માટે પનીર-ડ્રાયફ્રૂટ્સ વધુ માત્રામાં લઉં છું. પ્રેક્ટિસ કરતાં પહેલાં એકાદ ખજૂર કે કેળાં ખાતી હોઉં છું. હેવી બ્રેકફાસ્ટ બાદ ક્યારેય રનિંગ કરાય નહીં. પ્રેક્ટિસ પૂરી થયા બાદ ડ્રાયફૂટ્સ, પનીર, જ્યૂસ, પૌંઆ, બ્રેડ-જામ કે કોઈપણ પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ લેતી હોઉં છું. જમવામાં પણ પ્રોટીન વધુ માત્રામાં મળે એ રીતે જાતે રસોઈ બનાવું. મને બહારનું ખાવાની સહેજ પણ ઈચ્છા થતી નથી. પ્રેક્ટિસ હોવાને કારણે મને યાદ નથી કે મેં આ રીતે બહારનું કે પછી જંકફૂડ ખાધું હોય. પિત્ઝા, બર્ગર… છેલ્લાં ત્રણ વર્ષથી આ બધું ખાધું નથી.’

મુંબઈ મેરેથોનમાં જીત મેળવવાની ધગશ અંગે વાત કરતાં નિરમાબેન જણાવે છે, ‘હાલમાં તો હું મેરેથોનમાં જ ભાગ લઉં છું. અમને આખા વર્ષમાં ભારતમાં કયા કયા મેરેથોન યોજાવાની છે અને કોનું કેટલું મહત્ત્વ છે, એનું આખું શિડ્યૂલ હોય છે. અમે જે-તે સ્પર્ધાને ધ્યાનમાં રાખીને જ પ્રેક્ટિસ કરીએ છીએ. મારો ટાર્ગેટ મુંબઈ મેરેથોનમાં વિનર બનવાનો હતો. 2023માં પહેલી જ વાર મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો, પરંતુ એ સમયે એક મહિનાની અંદર મેં અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને એને કારણે મુંબઈ મેરેથોનમાં ફોકસ ના કરી શકી અને હું પાંચમા ક્રમે રહી હતી. એ સમયે મેદાન પર જ મેં નક્કી કર્યું હતું કે હવે આવતા વર્ષે જ્યારે હું ભાગ લઈશ ત્યારે હું વિજેતા બનીને જ રહીશ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com