ડબલા ફોન નહીં, ડિજિટલ ફોનની અનેક માંગ સાથે 15,000 બહેનોની લાંબી રેલી

Spread the love

સીટુ સંમલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્‍થ વર્કસ યુનિયનનાં નેજા તળે, બપોરે ૧ર કલાકે પોલીસ પરવાનગી મળતા રાણીપ, ડી-માર્ટ પાસેથી રેલી નીકળી પ્રબોધ રાવલ સર્કલ, સુભાષબ્રીજ સર્કલ થઈ આર.ટી.ઓ. થઈ આર.બી.આઈ. કવાર્ટસથી અભય ઘાટ પહોંચીને સભાનાં રૂપમાં ફેરવાઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી રપ જીલ્લાની આંગણવાડી વર્કર-હેલ્‍પર, – આશા વર્કર-ફેસીલીએટર બહેનો, લઘુતમ વેતન, કાયમી કરવા, ડીઝીટલ કામગીરી માટે નવા મોબાઈલ આપવા, પ્રો.ફંડ, ઈ.એસ.આઈ, તથા પેન્‍શન યોજના લાગુ કરવા, પ્રમોશન વય મર્યાદા દુર કરવા, જીલ્લા તાલુકા ફેર બદલી એક તક આપવા, નીવૃતિ વય મર્યાદા ૬૦ કરવા, વર્કરની જેમ હેલ્‍પરને પણ પ્રમોશન આપવું જોઈએ, જનસારી જીલ્લાની એસ.ટી.ની બીલોની ગ્રાન્‍ટનું ચુકવણું તાત્‍કાલીક ચુકવણું કરવું સહીતની માંગણીઓ સાથેનાં પ્‍લે કાર્ડ, બેનરો સાથે સૂત્રોચ્‍ચાર દ્વારા રોષ જાહેર કરેલ હતો.

લાંબા સમયથી રજુઆતો- આવેદન પત્રો પતા : ર૪ ડીસેમ્‍બરે મહા પડાવ સહિતનાં કાર્યક્રમો છતાં સરકાર દ્વારા બેઠક ન યોજતા આ ટૂંકા ગાળામાં બીજો કાર્યક્રમ યોજાયો હતો. ર૦૧૯માં બજેટમાં આશા વર્કર ફેસીલીએટર બહેનોને નીતીનભાઈ પટેલે બે જોડી ડ્રેસ આપવાની જાહેરાત કરેલ હતી.જે આજ સુધી આપેલ નથી. ર૦રર માં પ માં મહિનામાં આશા વર્કર/ફેસીલીએટર બહેનોને બે જોડી ડ્રેસ આપવાની વાત કરી હતી.જે આજ સુધી આપેલ નથી. ર૦રરમાં જે વધારો જાહેર કરેલ હતો તે ર૦ર૪ ચાલુ છતાં ચુકવેલ નથી. ૧૮ મહિનાનો વધારો આપેલ નથી જે તાત્‍કાલીક ચુકવવામાં આવે. ટોપઅપ ર૦ર૩માં આપવું જોઈએ તે આપેલ નથી. દરેક વધારાની કામગીરીનું અલગથી ઈન્‍સેન્‍ટીવ આપવું જોઈએ.

ગુજરાતની ૮૦ હજજાર આંગણવાડી વર્કર- હેલ્‍પર તથા ર૯ હજજારથી વધુ આશા વર્કર તથા ફેસીલીએટર બહેનો માસ સી.એલ. ભરીને કામથી અળગા રહેલ હતી. અને તે ઘ્‍વારા સરકારને સંદેશો પહોંચાડેલ હતો. છેક ર૦૧૮ પછી કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા વેતન કે ઈન્‍સેન્‍ટીવમાં વધારો કરેલ નથી. ગુજરાત સરકાર સામાન્‍ય શ્રમજીવીને મળતુ લઘુતમ વેતન પણ આપતી નથી.

રેલી બાદ યોજાયેલ જાહેર સભામાં સ્‍વાગત પ્રવચન રૂપાબહેન જોષીએ કરેલ, સીટુ મહામંત્રી અરૂણ મહેતા, પ્રમુખ સતીષચંદ્ર પરમાર, સીટુ ઉપપ્રમુખ અશોક સોમપુરા, ગુજરાત આંગણવાડી કર્મચારી સગઠનનાં મહામમંત્રી કૈલાસબેન રોહીત, ઉપપ્રમુખ નસીમબેન મકરાણી, રંજનબેન સંધાણી, ગુજરાત આશા હેલ્‍થ વર્કસ યુનિયનનાં મંત્રી હસુમતીબેન પરમાર, પૂષ્‍પાબેન પરમાર, ભૂમીબેન પંડયાએ સંબોધન કરી સરકારને ચેતવણી આપી હતી કે, જો તાત્‍કાલીક બેઠક યોજી પ્રશ્‍નોનો ઉકેલ ન લવાય તો બહેનો લડી લેવાનાં મુડમાં છે. સરકાર પ્રત્‍યે નારાજ થઈ છે. અને બજેટ બાદ આંદોલન ચાલુ રાખવા બાબતે ગુજરાતના લીડરોની બેઠક યોજાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com