મ્યુનિસિપલ કમિશ્નર એમ થેંનારસને અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ 10,801 કરોડનું  રજૂ કર્યું

Spread the love

બજેટમાં રિવરફ્રન્ટ ફેઝ 3, નવા બ્રિજો, 200 આંગણવાડીઓ અને આઇકોનીક રોડ સહિતની બાબતો મુખ્ય : અમદાવાદમાં સિંધુભવન રોડ પર 125 કરોડના ખર્ચે સિટી સ્કેવર-1 બનાવાશે, 125 મીટર ઉંચાઇનુ હશે કોર ટાવર

અમદાવાદ

અમદાવાદ મનપાએ શહેરીજનો પાસેથી બજેટને લઈ સૂચનો માંગ્યા હતા.તેને લઈને સૂચનો મળ્યા એના આધારે અમદાવાદના વર્ષ 2047ના વિકાસને ધ્યાને રાખી પાંચ મહત્વની બાબત પર બજેટ રજૂ કરાયું છે. જેમાં નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલને ધ્યાને રાખી બજેટ તૈયાર કરાયું છે. રેસીલીયન્ટ અને સસ્ટેનેબલ એનર્જી પર ભાર મુકાયો છે. ઝીરો વેસ્ટ અને સરક્યુલર ઈકોનોમીને પ્રાધાન્ય અપાયું અને લીવેબલ અને હેપ્પી સિટી બનાવવા પર બજેટમાં ભાર મુકાયો.અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક 10 હજાર કરોડને પાર કરી 10,801 કરોડનું મ્યુનિસિપલ કમિશ્નર એમ થેંનારસને રજૂ કર્યું છે. જેમાં અમદાવાદના વિકાસને 2047ને ધ્યાને રાખીને આયોજનો કરવામાં આવ્યા છે. આ બજેટમાં રિવરફ્રન્ટ ફેઝ 3, નવા બ્રિજો, 200 આંગણવાડીઓ અને આઇકોનીક રોડ સહિતની બાબતો મુખ્ય જોવા મળી.10,801 કરોડના બજેટમાં અમદાવાદના 18 તળાવનું સો કરોડના ખર્ચે બ્યુટીફિકેશન, રિવરફ્રન્ટ ખાતે આઇકોનિક બ્રિજ કમ બેરેજ 350 કરોડના ખર્ચે પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી પૂર્વ બાજુએ કેમ્પ સદર બજાર સુધી તૈયાર કરાશે. શહેરના કાલુપુર, સારંગપુર અને અસારવા બ્રિજનું રિસ્ટોરેશન ચીમનભાઈ બ્રિજનું વાઇડનિંગ 378 કરોડના ખર્ચે, જ્યારે અમદાવાદને ફાટકમુક્ત કરવા માટે 250 કરોડ રૂપિયા ફાળવાયા છે. બજેટ જોગવાઇમાં 31 ટકા રકમ વિકાસ કાર્યો માટે અને 30 ટકા રકમ એસ્ટાબ્લીશ ખર્ચ પેટે વપરાશે.

ફૂડ કોર્ટ, સ્કાય લાઇટ્સ, એમ્ફી થિયેટર, સિટિંગ ડેક્સ, વોટર ફાઉન્ટેન, સેન્ટ્રલ કોર્ટ, પ્લાન્ટેશન હશે. આ સિટી સ્કેવર બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 125 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

 

પાંચ આઇકોનિક રોડ બનાવાશે

આગામી સમયમાં પાંચ આઇકોનિક રોડ બનાવવામાં આવશે. જેમાં શાંતીપુરા ચોકડીથી સાણંદ ચોકડી થઇ કેડીલા સર્કર રોડ, નરોટા મુક્તીધામથી દહેગામ જંકશન, એસપી રીંગ રોડ કાકે દા ધાબા જંકશન, પકવાન જંકશનથી કેશવભાગ(જજીસ બંગ્લોઝ રોડ), એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશનનો સમાવેશ કરાયો છે. આ આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક વે, સિટિંગ એરેજમેન્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલનું ચાર્જિંગ ફેસેલિટી હશે.

 

નરોડા વિસ્તારમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ

નરોડા વિસ્તારમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે. ડેડ કિ.મી. ઓછા કરવા 4 લોકેશન પર બસ ઓન-રૂટ ચાર્જીગ ફેસીલીટી શરૂ કરાશે. નવી 100 ઈલેકટ્રીક બસોથી દૈનિક 10 હજાર કિ.લો. ફ્યુઅલની બચતથી (Co2e) (કાર્બન ડાયોકસાઈડ અને અન્ય) GHG (ગ્રીન હાઉસ ગેસીસ)ના Emission માં 27 હજાર કિ.ગ્રામ. ઘટાડો હાંસલ થશે. લાસ્ટ માઈલ કનેક્ટિવીટી માટે 5 એરીયા કલ્સટર માં કુલ 300 જેટલી ઈ-રીક્ષા ઉપલબ્ધ કરવામાં આવી શકશે.

સરદાર બાગ નજીક ટુરીસ્ટ ઇન્ટરપ્રિટેશન સેન્ટર

હેરિટેજ ડેવલપમેન્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં જુદીજુદી જગ્યાએ આવેલ હેરીટેજ સ્ટ્રકચર્સ / ઇમારતો વગેરે રીપેર અને રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરાશે. મધ્યઝોનમાં આવેલ સરદાર બાગ નજીક ટુરીસ્ટ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની કામગીરી કરાશે. હેરીટેજ પોળ માટે હેરીટેજ ડિજઝાસ્ટર પ્રિપેર્ડનેસ કીટનું કામ અને હેરીટેજ મકાનો માટે દેખરેખ, મંજૂરીઓ, અને ટ્રસ્ટની વિગતો માટે કોમ્પ્યુટરાઇઝડ અને ઓનલાઇન કરવાનું કામ કરવામાં આવશે. આ માટે અંદાજીત 20 કરોડ ખર્ચાશે.

ઇન્દીરા બ્રીજથી નર્મદા કેનાલ સુધી રીવરફ્રન્ટ

ગુજરાત સરકાર અને શોભા રીયાલ્ટી, દુબઇ સાથે થયેલ એમ.ઓ.યુ. અંતગર્ત સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન મારફતે અંદાજીત 4.5 કિ.મી.માં રીવર ફ્રન્ટ ફેઝ-૩ અંતગર્ત ઈન્દીરા બ્રીજથી નર્મદા મેઈન કેનાલ સુધી રીવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. આ માટે અંદાજીત 1 હજાર કરોડનો ખર્ચ કરાશે.

બાયોડાયવર્સિટી પાર્કમાં મેડિટેશન-યોગા સેન્ટર

સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે બાયોડાયર્વસીટી પાર્કમાં 25 કરોડના ખર્ચે મેડીટેશન કમ યોગા સેન્ટર બનાવવામાં આવશે. સાબરમતી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ટાગોર હોલની પાછળ 25 કરોડના ખર્ચે કલ્ચરલ/કન્વેન્શન/બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. ગાંધી બ્રીજથી નહેરુ બ્રીજની વચ્ચેના સ્ટ્રેચ તથા ગુજરી બજાર ખાતે વ્હીકલ પાર્કીંગ લોટ માટેનું આયોજન છે. નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે લોઅર પ્રોમનાડમાં ગ્રીન વોલનું નિર્માણ કરવામાં આવશે.

શહેરને ફાટક મુક્ત કરાશે અને નવા બ્રિજ બનશે

ઇન્દિરા બ્રિજ સર્કલ, નારોલ જંકશન, સ્ટાર બજાર, નહેરુનગર પાસે એમ શહેરમાં 4 ફૂટ ઓવરબ્રિજ 10 કરોડના ખર્ચે તૈયાર થશે

પાંજરાપોળ જંકશન પર સ્પ્લીટ ફલાય ઓવર બ્રિજ

પંચવટી જંક્શન, માનસી જંક્શન પર બ્રિજની જોગવાઈ

એલિસબ્રિજ રિસ્ટોરેશન તેમજ પેડેસ્ટ્રીયન રસ્તા માટે 10 કરોડની જોગવાઈ

બજેટમાં ખાસ શુ ?

14 સ્લમ જગ્યા પર ઝૂંપડપટ્ટીના પુનઃવર્સન સાથે 7560 આવાસ બનશે. સાથે જ આવાસ યોજના હેઠળ 2440 કુલ એક હજાર ઘરોના નિર્માણ માટે 250 કરોડ રૂપિયા ફાળવાયા

66 કિમી મોટી ડ્રેનેજ લાઇન માટે 469 કરોડ ફાળવાયા

160 MLD ક્ષમતાના ટ્રીટમેન્ટ પ્લાન 351 કરોડના ખર્ચે બનાવી ઉદ્યોગોને પાણી અપાશે

નવા 11 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવી 15 હયાતનું ઓગમેન્ટેશનના આયોજન માટે 250 કરોડ

15.65 કીમી લંબાઈની ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ ફેઝ-2 માટે 1230 કરોડની જોગવાઇ

ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધી 4.5 કિ.મી. પશ્ચિમ પૂર્વ બન્ને બાજુએ રીવરફન્ટ ફેઝ-3નું 1હજાર કરોડનાં ખર્ચે આયોજન

250 કિમીના રસ્તા રીગ્રેડ, 50 કિમીના માઈકો રીસરફેસીંગ તથા 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી કુલ 400 કિમીના રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે

135 કરોડના ખર્ચે 5 આઈકોનિક રોડ બનાવાશે, જેમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે, સીટીંગ એરેજમેન્ટ, ઈ.વી.ચાર્જિંગ સાથેની સુવિધાઓ હશે.

લો ગાર્ડન પ્રીસીન્ટ ડેવલપમેન્ટ અંતર્ગત આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં ખર્ચે આયોજન

15 કરોડના ખર્ચે શહેરના પ્રવેશ થતા ચારે બાાજુના રોડ પર સીટી એન્ટ્રી ગેટ બનાવવાનું આયોજન

Olympic-2036 ધ્યાને લઇ 5 કરોડના ખર્ચે સીટી માસ્ટર પ્લાન જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિક બનાવવાનું આયોજન

45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન વિવિધ ટી.પી.માં 67 કિમીનાં ટી.પી. રોડ ખોલવાનું તથા રસ્તા બનાવવાનું આયોજન

હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા, સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેના નવા સમાવિષ્ટ વિસ્તારનો સમાવેશ.

ઝોન પ્રમાણે આયોજન

દરેક ઝોનમાં ડસ્ટ ફ્રી રોડ, કોમ્યુનિટી હોલ, ઓડીટોરીયમ, સ્વીમીંગ પુલ, રીડીંગ રૂમ, વેજીટેબલ માર્કેટ, પાર્ટી પ્લોટ, મીની સ્પોર્ટ્સ કોલેક્ષ, પ્લેગ્રાઉન્ડ માટે 271 કરોડની ફાળવણી કરાઈ છે. આ સિવાય ઝોન મુજબ જોવા જઈએ તો…

મધ્ય ઝોનમાં 20 કરોડના ખર્ચે જયશંકર સુંદરી નાટયગૃહનું રીનોવેશન, લાડલા બ્રિજથી ઘેવર સર્કલ થઈ ડફનાળા સુધીનો આઈકોનીક રોડ બનાવાશે

ઉત્તર ઝોનમાં 30 કરોડના ખર્ચે સરદારનગર વોર્ડમાં કોમ્યુનિટી હોલ તથા સ્વીમીંગ પુલ, નરોડા વોર્ડમાં ઓડિટોરીયમ બનાવાશે

દક્ષિણ ઝોનમાં 40 કરોડના ખર્ચે લાંભા વોર્ડમાં ગ્યાસપુર ખાતે પાર્ટી પ્લોટ, વટવા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવાશે

પૂર્વ ઝોનમાં 45 કરોડના ખર્ચે નિકોલ અને વસ્ત્રાલ વોર્ડમાં પાર્ટી પ્લોટ, નિકોલમાં સ્પોટર્સ કોમ્પલેક્ષ બનાવાશે જેમાં સ્વીમીંગ પુલ, જીમ અને ઈન્ડોર ગેમ માટે વ્યવસ્થા હશે

પશ્ચિમ ઝોનમાં 52 કરોડના ખર્ચે પંડીત દીનદયાલ હોલનું નવીનીકરણ તથા નવરંગપુરામાં ઓડિટોરીયમ. વાસણા વોર્ડમાં જીમ અને સ્વીમીંગ પુલનું નવીનીકરણ, રાણીપમાં મીની સ્પોટર્સ કોમ્પલેક્ષ બનાવાશે

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 44 કરોડના ખર્ચે કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલોથી પકવાન ચાર રસ્તા સુધીનો આઈકોનીક રોડ

બોડકદેવ વોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ બનાવાશે

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 40 કરોડના ખર્ચે બોપલ-ઘુમામાં સ્વીમીંગ પુલ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com