અરજદારોના મુદ્દામાલ પરત કરવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા તેઓને બોલાવી પરત સોંપવા તથા ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢી પરત આપવામાં આવેલ
અમદાવાદ
તારીખ 31/1/24 ના રોજ અત્રેના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અરજદારો ના મુદ્દામાલ પરત કરવા માટે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા તેઓને આ કાર્યક્રમમાં બોલાવી પરત સોંપવા તથા ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢી પરત આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં ACP D ડિવિઝન હિરેન્દ્ર ચૌધરી તથા કાલુપુર પોલીસ સ્ટેશનનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શહેરકોટડા અને કાલુપુર પોસ્ટે તથા ઝોન-૩ એલસીબી દ્વારા ૫૦થી વધુ મોબાઈલ ફોન તથી વાહનો, ઘરેણાં, લેપટોપ, ઈલેક્ટ્રીક સામાન તથા રોકડ એમ કુલ મળીને ૧૭,૦૧,૨૫૦ રૂપીયાની કિંમતનો મુદ્દામાલ પરત કરેલ છે.