(PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લિક કરો)
હજુ 30 જાન્યુઆરીએ 50 IASની બદલી કરવામાં આવી
હતી. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની
ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ
વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન
હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર કર્યો છે. હજી આ
ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એકસાથે
રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર
કર્યો છે. મોટાભાગના બિનહથિયારધારી PSI અને PIને
જાહેરહિત માટે બીજા શહેર મોકલ્યા છે. હજુ ટૂંક સમયમાં
IPS અધિકારીઓની બદલી પણ થવાની પૂરેપૂરી શક્યતા છે.