અમેરિકાની વિઝા ફી વધશે તેની ઘણા સમયથી સૌને બીક હતી અને એવું જ થયું, જાણો કઈ રીતે….

Spread the love

અમેરિકાની વિઝા ફી વધશે તેની ઘણા સમયથી સૌને બીક હતી અને એવું જ થયું છે. અમેરિકાએ જુદી જુદી કેટેગરીના વિઝાની ફીમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે. તેથી પહેલી એપ્રિલથી જ ભારતીયોને તેની અસર થવા લાગશે. હવેથી પોતાના સ્પાઉઝ એટલે કે પતિ-પત્નીને અમેરિકા લઈ જવા માટે વધારે ખર્ચ કરવો પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસે ફાઈનલ રુલ લાગુ કર્યો છે.તેના કારણે વર્ષ ૨૦૧૬ પછી પહેલી વખત ફીમાં મોટો વધારો થયો છે.

અમેરિકાનું કહેવું છે કે ઈમિગ્રેશન પ્રોસેસમાં તેને બહુ ખર્ચ આવે છે. આ ખર્ચને રિકવર કરવા માટે ફી વધારવી જરૃરી હતી. તેના કારણે નવી એપ્લિકેશન પર તે વધુ ઝડપથી કામ કરી શકશે. યુએસ ફેડરલ રજિસ્ટ્રી પર આજથી નવી ફી દેખાડવામાં આવે છે અને પહેલી એપ્રિલથી તે અમલમાં આવશે.

તમારા સ્પાઉઝ કે ફિયાન્સને અમેરિકા લઈ જવાનો કેટલો ખર્ચ આવશે તેનો વિચાર કરીએ. ફેમિલી રિયુનિફિકેશન માટે જે ફોર્મ I-130 ભરવું પડે છે તેની ફી ૨૬ ટકા વધારીને ૬૭૫ ડોલર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરશો તો ૬૨૫ ડોલર ભરવા પડશે. અમેરિકન સિટિઝન અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર જયારે પોતાના કોઈ સ્વજનને કાયમ માટે અમેરિકા લાવવા માગતા હોય ત્યારે તેની સાથેના રિલેશન સાબિત કરવા માટે આ ફોર્મ ભરવું પડે છે. ત્યાર બાદ કોઈ સ્વજન પોતાનું સ્ટેટસ અપડેટ કરવા માગે અને ગ્રીન કાર્ડ માટે અરજી કરે તો તેણે હવે ૧૨૨૫ ડોલરના બદલે ૧૪૪૦ ડોલર ચૂકવવા પડશે. એટલે કે આ ફીમાં ૧૮ ટકાનો વધારો થયો છે.

ન્યૂયોર્ક સ્થિત એક ઈમિગ્રેશન એકસપર્ટે જણાવ્યું કે લોકોની અરજીઓનો ઝડપથી નિકાલ થતો ન હોય ત્યારે ફી વધારવાનો કોઈ ફાયદો નથી. I-130 ફોર્મ ભર્યા પછી તેને પ્રોસેસ થવામાં ૧૪ મહિના લાગી જાય છે. આટલો બધો સમય લાગતો હોય ત્યારે ફી વધારવાની શી જરૃર હતી? આ તો હજુ પ્રથમ પગલું છે. કોન્સ્યુલરના પ્રોસેસિંગમાં પણ ઘણા મહિના લાગી જાય છે.

ઈમિગ્રેશન એકસપર્ટ કહે છે કે અમેરિકા માત્ર ફી વધારે છે કે પછી આખી પ્રોસેસ પણ ફાસ્ટ કરે છે તે જોવાનું રહેશે. તમે તમારા ફિયાન્સને યુએસ લાવવા માગતા હોવ તો તેના માટે I-129F ફોર્મ ભરવું પડે છે અને તેની ફી ૫૩૫ ડોલરથી વધારીને ૬૭૫ ડોલર કરવામાં આવી છે. એટલે કે આ ફોર્મની ફી ૨૬ ટકા વધી ગઈ છે.

બીજી એક મહત્ત્વની વાત એ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયોરિટીએ જણાવ્યું છે કે I-129F ફોર્મની ફી વધારી દેવાથી અમેરિકા બહાર મેરેજ થવા લાગશે તેવું નથી લાગતું. કારણ કે કોઈ કપલ વિદેશમાં લગ્ન કરે ત્યારે તેણે I-129F ફાઈલ કરવા માટે ૬૭૫ ડોલરની ફી ભરવાના બદલે સ્પાઉઝ માટે I-130 ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ઓનલાઈન ભરવાની ફી ૬૨૫ ડોલર અને પેપર ફાઈલિંગની ફી ૬૭૫ ડોલર છે. તેથી વિદેશમાં જઈને લગ્ન કરવામાં આવે તો પણ ખર્ચમાં મોટી બચત નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com