ચોરીમાં ગયેલ સ્પોટર્સ મો.સા સાથે એક ઇસમને પકડી જયપુર સીટીના વાહન ચોરીનો અનડીટેક ગુનો ડીટેક્ટ કરતી સરખેજ પો. સ્ટેશન ટીમ

Spread the love

આરોપી સંજય ઉર્ફે સંજુ

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧  તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦૭ તથા મ.પો.કમિ. “એમ” ડીવીઝન તથા સરખેજ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.મકવાણાની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ અનાર્મ હે.કો.દેવેન્દ્રસિંહ બબલસિંહ બ.ન.૮૬૨૬ તથા અ.પો.કો. લગધીરસિંહ રતુભા બ.ન.૧૦૩૩૪ તથા અ.પો.કો.પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહ બ.ન.૧૨૦૨૪ તથા પો.કો.નિલેષકુમાર જયદેવભાઈ તથા બીજા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક ગુના શોધવા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાથેના અ.પો.કો.લગધીરસિંહ રતુભા તથા અ.પો.કો. પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહની સંયુક્ત બાતમી હકિકત આધારે તારીખ-૦૩/૦૨/૨૦૨૪ ના કલાક-૧૮/૪૫ વાગે એસ.જી.હાઇવે ટોયટા શો રૂમ પાસે આવેલ જાહેર સર્વિસ રોડ ખાતે થી આરોપી સંજય ઉર્ફે સંજુ સ/ઓ કૈલાસહાય જાતે-અવાના (ગુર્જર) ઉ.વ.૨૦ ધંધો-વેપાર રહેવાસી,હાલ,બ્લોક નં-૧૩ મકાન નં-૪૧૦ ક્રુષ્ણઘામ ઔડાના મકાન આંનદનગર અમદાવાદ શહેર મુળ વતન-ગામ,નિસુરા તા-ટોડાભીમ જીલ્લા-કરોલી રાજસ્થાન નાને એક નંબર વગરની યામાહા કંપનીની R-15 મોડલની સ્પોટર્સ મો.સા સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા ટુવ્હીલર બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય, કોઈ સંતોષકારક જવાબ આપતા ના હોય Cr.P.C. 41(1)(D) મુજબ રાઉન્ડઅપ કરી સઘન પુછપરછ તપાસ કરી રાજસ્થાન રાજયના જયપુર સીટી પુર્વના બજારનગર પોલીસ સ્ટેશનનો ગુ.ર.નં.૦૨૦૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી ખુબ જ સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત :-

ગ્રે તથા લાલ પટ્ટાવાળુ યામાહા કંપનીનુ R-15 મો.સા જેનો એ.નંબર G3K5E0015881 તથા ચે.નં- ME1RG5216J0015985 જેની કિંમત એક લાખ રૂપિયા ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *