રાજ્યમાં ચૂંટણી હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય ત્યારે બેનરોનો ભરપૂર ઉપયોગ થતો હોય છે તેને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ બેનરનો સદુપયોગ એટલે કે વેસ્ટ માંથી બેસ્ટ કઈ રીતે કરવો તે શ્રમજીવી અને ઝૂંપડા વાસીઓ પાસેથી શીખવા જેવું છે ત્યારે મોટા નેતાઓ થી લઈને રાજકીય પક્ષોના બેનરો ગરીબો માટે આશિયાના બન્યા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે લારી ગલ્લા ધારકો પોતાની ચીજ વસ્તુઓ બગડે નહીં તાપ ઓછો લાગે અથવા વરસાદથી બચાવવા આ બેનરોનો ભરપૂર ઉપયોગ કરે છે ત્યારે આ બેનર ભાજપના ત્રણ મહામંત્રીઓનું હાથમાં આવી જતા ખરેખર તડકામાં તપાતા હોય તેવું લાગે છે,
પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રાફિક પોલીસ સ્ટેશન પાસેના ઘરમાં સેક્ટર ૨૨ જવાના માર્ગે એક શ્રમજીવીએ પોતાની ચીજ વસ્તુઓ ઉપર તડકો ન પડે અને બગડી ન જાય તે માટે રાજકીય બેનરો જે ડેટ ઓવર બાદ વેસ્ટ માંથી બેસ્ટ નો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ બેનર કોઈ લઈ ન જાય તે માટે લારીને અને બેનરને તાળા સાથે બાંધી દીધું છે, જાેવા જઈએ તો તસવીરમાં બેનર ને બાંધ્યું છે, જે મહામંત્રીને ત્યારે બાપુ પટેલ અને દેસાઈ ત્રણેય મહામંત્રીને બાંધી દીધા હોય તેવું લાગે છે, ત્યારે વેસ્ટ માંથી બેસ્ટ અને ગરીબો માટે વરસાદ તથા ઉનાળામાં રાજકીય પક્ષોના બેનરો આશિયાના બન્યા છે, અગાઉ માણસા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નું મોટું બેનર લગાવેલ હતું તે બેનર હાથ હલાવતો હોય તેવું લાગે ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક ખેડૂતે આ બેનર ખેતરમાં લગાવી દેતા ચકલા ઉડાડવા માટેનો પ્રયોગ કર્યો હતો.
————–
ભાજપના ત્રણે મહામંત્રી એવા કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાને બેનર હેઠળ બાંધી દીધા હોય અને સાંકળ બાંધેલી દેખાય છે, ત્યારે આવા લાખો બેનરો ગરીબો માટે આશિયાના અને ઉનાળામાં તડકા થી બચવા ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે