દેશમાં જોવા જઈએ તો ગરીબોના મા-બાપ ક્યાય ઘરડાઘરમાં દેખાતા નથી, તથા ઘરડાઘર હોવું જ શું કામ જોઈએ? ત્યારે ઘરડાના આશીર્વાદ એ આવનારી સેટ પેઢીના દૂ:ખ તારતા હોય છે, પણ સમજે કોણ? ત્યારે ભૂક્યને ભોજન કરાવવું એ ગુજરાતની પરંપરા રહી છે. ગુજરાતમાં મોટા ભાગના ધાર્મિક સ્થળ પર ત્યાં આવતા દર્શનાર્થીઓ માટે ભોજન શાળા ચલાવવામાં આવે છે અને તે ભોજન શાળામાં લોકોની પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી ત્યારે સુરતના બે ભાઈઓના પિતાનું અકસ્માતમાં મોત થયા પછી સેવા કાર્ય કરવાનો એવો નિર્ણય કર્યો કે, બંને ભાઈએ દરરોજ 170 કરતા વધારે નિરાશ્રિત માતા-પિતાને જમવાનું પૂરું પાડે છે.
સૂત્રો અનુસાર સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા ગૌરાંગ સુખડિયા અને હિમાંશુ સુખડીયાના પિતાનું વર્ષ 2008માં એક અકસ્માતની ઘટનામાં મોત થયું હતું. પિતાના મોત પછી બંને ભાઈઓએ નક્કી કર્યું કે, પિતાની માટે કઈ ન કરી શક્યા પરંતુ હવે અન્ય લોકોએ તરછોડેલા માતા પિતા માટે ચોક્કસ થી કઇ કરીશું. ગૌરાંગ સુખડીયા અને હિમાંશુ સુખડીયા પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ અને ખાણીપીણીની દુકાનમાં કામ કરતા હતા. પિતાના અવશાન પછી અન્ય લોકો તરછોડાયેલા માતા-પિતાની સેવાનો નિર્ણય બંને ભાઈઓએ વર્ષ 2016માં અમલમાં મૂક્યો હતો. પહેલા વર્ષે બને ભાઈ 40 વૃદ્ધ માતા-પિતાને ભોજન કરાવતા હતા અને તેમાંથી જેમને સારવારની જરૂર હોય તો તેમની હોસ્પિટલમાં સારવાર પણ કરાવતા હતા.
સેવા કાર્ય શરૂ થયા પછીના થોડા જ સમયમાં બંને ભાઈઓ રોજના 170 માતા-પિતાની રોજ જમાડે છે. મહત્ત્વની વાત એ છે કે, રોજ 170 માતા-પિતાને જમાડતા હોવા છતાં પણ બંને ભાઈઓને કોઈની પાસેથી પૈસાનું દાન માંગતા નથી. બંને ભાઈઓ વૃદ્ધ લોકોને ભોજન બનાવવા માટે રસોઈયા રહ્યા છે અને તેઓ દરરોજ અલગ-અલગ મેનુ પ્રમાણે રસોઈ બનાવે છે. એક મહિનાની રસોઈનો ખર્ચ 1.70 લાખ રૂપિયા થાય છે. ગૌરાંગ નું કહેવું છે કે, તમે વૃદ્ધ માતા-પિતાને હોટલમાં પણ જમાડવા માટે લઇ જઈએ છીએ. બાળકોએ તરછોડી દીધેલા માતા પિતાનું દુઃખ કોઈ સમજી શકે નહીં પરંતુ થોડા પ્રયાસ કરીને તેમને દુ:ખને ઓછું જરૂરથી કરી શકાય છે.