ગુજરાતમાં 22 વર્ષથી એક હથ્થુ શાસન ભાજપનું ચાલી રહ્યું છે. ત્યારે ઘણી વાર ચૂંટાયેલા સભ્યો, વોર્ડના પ્રમુખ હોદ્દેદારો કોઈ એવા નિર્ણયો ખાનગીમાં પોતાના લાભાર્થે કરવા જતા ઘણીવાર સમાજની પણ લાગણી દુભાતી હોય છે. ત્યારે સેક્ટર 21 ખાતે નું મંદિર તોડી પાડવાની બજારની અફવાથી AHP પણ લાલઘૂમ થઈ ગયું છે, ત્યારે AHPના એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ઇન્દ્રોડા ખાતે હમણાં જ મસ્જિદ બનાવવામાં આવી અને હાલ ગુંબજ નું કામકાજ ચાલુ છે ત્યારે દબાણ હટાવવામાં મહાનગરપાલિકા વાંઝણી પુરવાર થઇ છે ત્યારે દબાણ હટાવવાની વાત જ હોય તો ભેદભાવ શા માટે? ત્યારે સેક્ટર 21 ખાતે AHP દ્વારા બુલંદ માંગ સાથે ગાંધીનગરના કલેકટરને રૂબરૂ મુલાકાત લેવાના છે.
કોરોનાવાયરસ ની મહામારી અને સરકારને અત્યારે અનેક સમસ્યાઓ સાથે લડી રહી છે ત્યારે પક્ષમાં હોદ્દો ધરાવતા હોદેદાર પક્ષને નુકસાન કરવા હાલ નીકળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે પાટનગરમાં AHP માં ભરેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે દબાણ ના નામે જુના ૪૦ વર્ષના હનુમાન મંદિર તોડવા સક્રિય થયા છે, અને જે હાલ ઇન્દ્રોડા ખાતે ગુંબજ નું કામ ચાલી રહ્યું છે તેની મંજૂરી લેવામાં આવી છે કે કેમ? ત્યારે AHP માં અત્યારે આ પ્રશ્ને ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ત્યારે 25 જેટલા AHP ના કાર્યકરો હનુમાન મંદિર પાસે આશનગ્રહણ કરીને બેશી ગયા છે. ત્યારે આવતી કાલે શનિવાર હોય જેથી રાત્રે ખાટલા બેઠકો થી લઈને ખાનગી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો છે. ત્યારે આવતી કાલે આ મુદ્દે નવી જૂની ના એંધાણ વરતાઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે અમૃતભાઇ ઠક્કર ધ્વારા મંદિર તોડી પાડવાની સૂચનાથી બપોરના 4 વાગ્યા થી રામધૂન બોલાવી રહ્યા છે.
Good write-up, I’m regular visitor of one’s website, maintain up the nice operate, and It is going to be a regular visitor for a lengthy time.