LRD ની ભરતીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં

Spread the love

રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. એમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. એને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં.

પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com