આસ્થા ટ્રેનથી અયોધ્યા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો

Spread the love

રામ ભક્તો માટે સરકાર દ્વારા હાલ ખાસ આસ્થા ટ્રેન દોડાવાઈ રહી છે. ત્યારે આ આસ્થા ટ્રેનમાં એક રામભક્ત સાથે દુખદ ઘટના બની હતી. એક રામ ભક્ત રામલલ્લાના દર્શન કરે તે પહેલા જ તેમને મોત આવ્યું હતું. આસ્થા ટ્રેનથી અયોધ્યા જતા વડોદરાના ભાવિકને ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેક આવ્યો હતો. વડોદરાના રમણભાઈ પાટણવાડીયાનું હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તેઓ ગત રોજ વડોદરાથી આસ્થા ટ્રેન મારફતે શહેરના ભક્તો સાથે અયોધ્યા જવા નીકળ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે રમણભાઈને હાર્ટ એટેક આવ્ય હતો. ત્યારે રમણભાઈના મૃતદેહને લઇ ભાજપ કાર્યકરો વડોદરા આવવા રવાના થયા છે.

અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો છે. હાલ સમગ્ર દેશમાંથી અયોધ્યા તરફ જવા માટે જુવાળ પ્રગટ્યો છે. લોકો રામલલ્લાના દર્શન કરવા આતુર છે. ત્યારે આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર સરકાર દ્વારા ખાસ અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા પણ ભક્તોને રામ મંદિરના દર્શન કરાવવાની ઝુંબેશ ઉઠી છે. અલગ અલગ શહેરના ભાજપના નેતાઓ સ્થાનિકોને રામ મંદિર દર્શન માટે ખાસ આયોજન કરી રહ્યાં છે. દેશના વિવિધ ભાગોમાંથી આ આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આવામાં એક રામભક્ત અયોધ્યામાં જઈને રામલલ્લાના દર્શન કરે તે પહેલા જ તેમને મોત આવ્યું હતું. વડોદરાના રામભક્ત રમણભાઈ પાટણવાડીયાનું આસ્થા ટ્રેનમાં મોત નિપજ્યું છે. તેમના નિધનથી આસ્થા ટ્રેનમાં સવાર અન્ય ભક્તોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *