સ્થાનિક લોકોને જ પોતાના વિસ્તારના વિકાસ કામોની અગ્રતા નક્કી કરવાનો અભિગમ ગુજરાતમાં અપનાવ્યો છે : વિજય રૂપાણી

Spread the love


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે. મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને ગામડાને જ મિની સચિવાલય બનાવી ગ્રામ સ્વરાજ્યનો જે ખ્યાલ આપ્યો છે તેને ગુજરાતે પંચાયતી રાજ વ્યવસ્થાના સફળ અમલીકરણથી સાકાર કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ સુરત, પંચમહાલની જિલ્લા પંચાયત કચેરીઓ તેમજ વિરમગામ અને ધંધુકાની તાલુકા પંચાયત કચેરીઓના ભૂમિપૂજન અને ધોલેરા તથા ઘોઘા તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીઓના લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.
પંચાયત રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર આ અવસરે ગાંધીનગરથી તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સંબંધિત કાર્યક્રમ સ્થળેથી આ ઇ ભૂમિપૂજન-લોકાર્પણમાં સહભાગી થયા હતા.
રાજ્ય સરકારે સુરતના જિલ્લા પંચાયત ભવન નિર્માણ માટે રૂ. ર૯.૪૦ કરોડ, પંચમહાલ જિલ્લા પંચાયત ભવન માટે રૂ. ર૩.૦૬ કરોડ તેમજ વિરમગામ, ધંધુકા, ધોલેરા અને ઘોઘા તાલુકા પંચાયતોના ભવન માટે પ્રત્યેકને રૂ. ર.૪૦ કરોડ ફાળવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગ્રામ સ્વરાજ્યની વિભાવના ચરિતાર્થ કરતાં ગુજરાતમાં સ્થાનિક લોકોને પોતાના વિસ્તારના વિકાસ કામોની અગ્રતા નક્કી કરવાના અધિકારો આપેલા છે.
તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સીધું જ ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતોના ખાતામાં ફંડ પહોચાડવાનો અને વિકાસ કામોમાં પારદર્શીતાનો અભિગમ અપનાવ્યો છે તેથી હવે ભૂતકાળની જેમ નાણાંની ઉપલબ્ધિ ન હોવાને કારણે વિકાસ કામો અટકી પડે તેવી સ્થિતી રહી જ નથી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગ્રામ્યસ્તરે પણ લોકોને ઝડપી અને સરળતાથી સેવાઓ મળી રહે, છેવાડાનો માનવી પણ સુખદ અનુભવ કરે તેવી વ્યવસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવનિર્મિત ભવનોમાં ટેકનોલોજી અને સ્વચ્છ-શુદ્ધ વાતાવરણથી આપણે વિકસાવી છે.
તેમણે આ નવા ભવનો જનસેવાના કેન્દ્રો બનશે તેવી અપેક્ષા વ્યકત કરતાં કહ્યું કે આવી અદ્યતન ઇમારતો-ભવનોમાં સ્વચ્છતા સહિતની જાળવણીમાં સ્થાનિક લોકોની સહભાગીતા જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણમાં પણ રાજ્યના વિકાસ કામોની ગતિ અટકી નથી અને પ્રજાના સહયોગથી આગળ ધપતી રહી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, નાગરિકોના સહયોગ તેમજ સાવચેતી સલામતિથી રાજ્યમાં કોરોના સંક્રમણ ખાળી શકાયું છે. એટલું જ નહિ, પેશન્ટ રિકવરી રેટ ૮પ ટકા અને મૃત્યુદર ઘટીને ર.પ ટકા જેટલો થઇ ગયા છે.
દવાઓ, ઇન્જેકશનો વગેરે રાજ્ય સરકાર વિનામૂલ્યે આપે છે અને સંક્રમિતોની ત્વરિત સારવાર પણ થાય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગામડાં, ખેતીવાડીને વધુ સક્ષમ અને સમૃદ્ધ કરવા તથા ખરીફ પાકમાં થયેલા નૂકશાન સામે રૂ. ૩૭૦૦ કરોડના પેકેજ સાથે આ સરકાર ખેડૂતોની આફતમાં પડખે ઊભી રહી છે તેની પણ ભૂમિકા આપી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેતીથી ગામડાં, ગામડાંથી શહેર અને શહેરથી સમગ્ર રાજ્ય સુખી બને અને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે રાજ્યની વિકાસ યાત્રા આગળ ધપાવવાની નેમ આ તકે દર્શાવી હતી.
પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, રાજ્યમાં ૧૪ર૯ર ગ્રામ પંચાયતો, ર૪૮ તાલુકા પંચાયતો અને ૩૩ જિલ્લા પંચાયતો દ્વારા ત્રીસ્તરીય પંચાયતી રાજનો અસરકારક અમલ થઇ રહ્યો છે.
ગ્રામીણ નાગરિકોને પોતાના ગ્રામ-તાલુકા મથકે સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર ફાયર સેફટી, સ્વચ્છ પાણી, બેસવા માટેની મોકળાશ વાળા ભવનોના નિર્માણ કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું.
પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશે સ્વાગત પ્રવચનમાં આ ભવનોની વિશેષતાઓની વિગત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com