રાજ્યની કુલ આવક વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨,૨૯,૬૫૩ કરોડ એટલે કે દૈનિક રૂ.૬૨૯ કરોડ થશે
વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્યનું રૂ.૩,૩૮,૪૭૬ કરોડ દેવું હતું તે વધીને વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩,૮૧,૩૮૦ કરોડ થયું છે એટલે કે દેવામાં રૂ.૪૨,૯૦૪ કરોડનો વધારો થયેલ. વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યના દેવાનો અંદાજ રૂ.૪,૨૬,૩૮૦ કરોડ છે એટલે કે તેમાં છેલ્લા વર્ષની સરખામણીએ રૂ.૪૫,૦૦૦ કરોડનો વધારો થશે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ના સરખામણીએ વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૮૭,૯૦૪ કરોડનો વધારો થયો. વર્ષ ૨૦૨૪-૨૫માં દરેક ગુજરાતીના માથાદીઠ દેવું રૂ.૬૫,૫૯૭ થશે. રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૭૭,૫૦૦ કરોડનું દેવું લેશે એટલે કે દૈનિક અંદાજે રૂ. ૨૧૨ કરોડનું દેવું કરવામાં આવશે. ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકાર રૂ.૨૯,૦૮૪ કરોડ જાહેર દેવાની ચૂકવણી કરશે એટલે કે દૈનિક રૂ.૮૦ કરોડની રકમ દેવાની રકમ ચૂકવવામાં જશે. એટલે કે દૈનિક રૂ.૨૧૨ કરોડ લેશે તેની સામે દૈનિક રૂ.૮૦ કરોડ પરત કરશે તે રાજ્યના વહીવટનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કટાક્ષ કરતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યની કુલ આવક વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧,૯૯,૪૦૮ કરોડ એટલે કે દૈનિક રૂ.૫૪૬ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨,૨૯,૬૫૩ કરોડ એટલે કે દૈનિક રૂ.૬૨૯ કરોડ થશે. એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૪-૨૫માં દૈનિક રૂ.૮૨ કરોડની આવકનો વધારો થશે.
રાજ્યમાં વિકાસલક્ષી ખર્ચ પાછળ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૧,૫૨,૪૭૬ કરોડ એટલે કે દૈનિક રૂ.૫૦૬ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨,૧૨,૨૦૨ કરોડ એટલે કે દૈનિક રૂ.૫૮૧ કરોડ થશે. એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૪-૨૫માં દૈનિક રૂ.૭૫ કરોડની રકમનો ખર્ચ થશે.
રાજ્યમાં બિન વિકાસલક્ષી ખર્ચ વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૮૫,૭૧૩ કરોડ એટલે કે દૈનિક રૂ.૨૩૪ કરોડ અને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧,૧૫,૫૭૬ કરોડ એટલે કે દૈનિક રૂ.૩૧૬ કરોડ થશે. બે વર્ષમાં બિનવિકાસલક્ષી ખર્ચમાં રૂ.૨૯,૮૬૩ કરોડનો વધારો થયો છે. એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૪-૨૫માં દૈનિક રૂ.૮૨ કરોડનો બિનવિકાસલક્ષી ખર્ચ થશે.
રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૪-૨૫માં વિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ.૭૫ કરોડનો ખર્ચ કરશે જ્યારે બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ દૈનિક રૂ. ૮૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે. વિકાસલક્ષી ખર્ચ કરતાં બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ વધારે ખર્ચ કરશે.
રાજ્યમાં બિન વિવાદિત વેરાપેટે એક વર્ષથી બે વર્ષની રૂ.૯૩૭ કરોડ, બે વર્ષથી પાંચ વર્ષ રૂ.૭,૪૫૫ કરોડ, પાંચ વર્ષ થી દસ વર્ષ રૂ.૧૦,૬૪૭ કરોડ અને દસ વર્ષથી વધુ સમયથી રૂ.૧૦,૯૮૪ કરોડ મળી કુલ રૂ.૩૦,૦૨૫ કરોડની રકમ અને વિવાદિત વેરા પેટે નીકળતી બાકી રકમ રૂ.૨૬,૫૮૪ કરોડની લેવાની નિકળે છે. આમ, રાજ્યમાં રૂ.૫૬,૬૦૯ કરોડની રકમ વિવાદિત અને બિનવિવાદિત વેરા પેટે બાકી નિકળે છે.
રાજ્યમાં ઘરગથ્થું ઉત્પાદન વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૭.૭% વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦.૫% છે એટલે કે ૧૦ વર્ષમાં ઘરગથ્થું ઉત્પાદનમાં ૭.૨%નો ઘટાડો થયો છે.
રાજ્યમાં ઔદ્યોગિક જુથ વર્ષ ૨૦૧૧-૧૨ની સરખામણીએ વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિકમાં ૨૨.૮૦% થી ૨૦.૧૦% થયો એટલે કે ૨.૭૦%નો ઘટાડો થયો છે, કૃષિમાં ૧૭.૮૦% થી ૧૪.૧૦% એટલે કે ૩.૭૦%નો ઘટાડો થયો છે અને તૃતીય ૩૬.૭૦% થી ૩૫.૩૦% થયું છે એટલે કે તેમાં પણ ૧.૪૦%નો ઘટાડો થયો છે.
રાજ્યની પોતાની મહેસુલી આવકમાં વૃધ્ધિ વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૪.૨૨% હતી તે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૨.૩૯% થઈ છે એટલે કે આવક વૃધ્ધિમાં ૨.૬૩%નો ઘટાડો થયો છે.
કેન્દ્રીય કરવેરામાં વર્ષ ૨૦૧૨-૧૩માં વાર્ષિક વૃધ્ધિ ૧૪.૦૯% હતી તે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧.૪૮% થઈ છે, એટલે કે કેન્દ્રીય કરવેરામાં ૨.૬૧%નો ઘટાડો થયો.