રાજ્યમાં સિંહોનું સંરક્ષણ માટે છેલ્લા ૨ વર્ષમાં ૨૭૭ કરોડનું ખર્ચ છતાં સિંહો રહેણાંક વિસ્તારમાં આશ્રય લેવા મજબૂર : અમિત ચાવડા 

Spread the love

છેલ્લા બે વર્ષની અંદર ૨૩૮ સિંહોના મૃત્યુ થયા, જવાબદાર કોણ? ર વર્ષની અંદર જે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા ૨૦૯ હતી અને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા ૨૯ હતી.સિંહો જંગલમાંથી સ્થળાંતર કરીને રહેણાક વિસ્તારમાં છેક ગામ અને શહેરની ગલીઓમાં ફરતા જોવા મળે છે.

ગાંધીનગર

આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સિંહોના મુદ્દે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સિંહો મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.વિધાનસભા ગૃહના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતનાં એશિયાટિક લાઇન્સ (સિંહો) છે, આપણા બધાનું ગૌરવ છે. ગુજરાતની ઓળખ છે. એનું રક્ષણ થાય, એનું પોષણ થાય, એમાં વધારો થાય એનો સતત પ્રયત્ન બધાએ કર્યો છે. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં મારો અને અમારા ધારાસભ્ય ડો તુષારભાઈ ચૌધરીનો પ્રશ્ન હતો અને એમાં જે સરકારે વિગતો આપી કે છેલ્લા ૨ વર્ષમાં ગીર અને ગીર વિસ્તારમાં સિંહના સંરક્ષણ માટે કેટલી રકમ ફાળવી? જેમાં છેલ્લા બે વર્ષમાં થઈને લગભગ ૨૭૭ કરોડ રૂપિયા જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા સિંહના સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવી છે.

તેમણે આંકડા મુદ્દે ચિંતા કરતાં જણાવ્યું કે જે આંકડા બહાર આવ્યા એ ચિંતાજનક છે કે છેલ્લા ૨ વર્ષની અંદર જે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા ૨૦૯ હતી અને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા ૨૯ હતી એટલે કે છેલ્લા બે વર્ષની અંદર ૨૩૮ સિંહોના મૃત્યુ થયા છે. લગભગ ૨૭૭ કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચ થઈ હોય અને તેમ છતાં ૨૩૮ જેટલાં સિંહોના મૃત્યુ થાય તો આટલા કરોડો રૂપિયાનો ખર્ચ શાની પાછળ કરવામાં આવ્યો ? તેમણે સિંહોના સંરક્ષણના ખર્ચ અને ભ્રષ્ટાચારને ટાંકીને જણાવ્યું કે જે ખર્ચના આંડકા આપ્યા છે એ જોઇને પણ આપણને અચંબો થાય કે કરોડો રૂપિયાનો ખર્ચ કોઈ સિંહોના સંરક્ષણ ને બદલે એની બાકીના ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ કરવામાં આવ્યો છે જેથી થઈને ભ્રષ્ટાચાર થઈ શકે. જે કુદરતી મૃત્યુ બતાવ્યા છે એમાં જો સારી રીતે મેડિકલ ફેસીલીટીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ રીતે મૃત્યુ થયા ના હોત.

આજે સિંહો જંગલમાંથી સ્થળાંતર કરીને રહેણાક વિસ્તારમાં છેક ગામ અને શહેરની ગલીઓમાં ફરતા જોવા મળે છે કે તેને ત્યાં જરૂરી ભોજન નથી મળતું. એને પાણીની કે રહેવા માટેની અન્ય વ્યવસ્થા છે એની સાર સંભાળ નથી થતી. ગીરના જંગલ વિસ્તારમાં અનૈતિક પ્રવૃત્તિઓ વધી છે એના કારણે સિંહોનું સ્થાનાંતર રહેણાક વિસ્તારમાં થઈ રહ્યું છે અને એ આ સિંહોના મૃત્યુ માટેનું કારણ છે. અકુદરતી રીતે મૃત્યુ થયા છે, કેટલાય લોકો ત્યાં અલગ અલગ રીતે સ્ટંટ કરતા જોવા મળે છે, લાયન્સ શો કરતા જોવા મળે છે, અનૈતિક પ્રવૃત્તિઓ જંગલમાં ચાલે છે, ગેરકાયેદસર ખનન ચાલી રહ્યું છે અને એના કારણે આ અકુદરતી મૃત્યુ પણ થાય છે. તો આટલું બધું બજેટ ખર્ચ કર્યા પછી પણ સરકાર સિહોનું રક્ષણ કરી શકતી નથી. આપણા બધા માટે ચિંતાનો વિષય છે સરકારે પણ તપાસનો વિષય છે કે કરોડો રૂપિયા ખર્ચ પછી પણ આ બે વર્ષની અંદર ૨૩૮ વર્ષમાં આપણી સંરક્ષણ કરવા માટે સરકાર ચિંતા અને પગલાં લે એવી આજે વિધાનસભામાં અમે માગણી પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com