અનેક સક્ષમ,અનુભવી, પ્રામાણિક અધિકારીઓ હોવા છતાં મુખ્ય પદો પર નિવૃત્ત અધિકારીઓ ૧ થી ૧૫ વર્ષ સુધી અડીંગો જમાવીને બેઠા છે.
ગાંધીનગર
સામાન્ય વહીવટ વિભાગની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે,સામાન્ય વહીવટી વિભાગ સરકારનું હૃદય કહેવાય પરંતુ હૃદય ધબકતું નથી અનેક સક્ષમ, અનુભવી, પ્રામાણિક અધિકારીઓ હોવા છતાં મુખ્ય પદો પર નિવૃત્ત અધિકારીઓ ૧ થી ૧૫ વર્ષ સુધી અડીંગો જમાવીને બેઠા છે.રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયસર ન કરાવતા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ છે.ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ કરાવો.સરકારી ભરતી કેલેન્ડર ફક્ત કાગળ ઉપર, કેલેન્ડર મુજબ પરીક્ષાની તારીખો, પરીક્ષા, પરિણામ, નિમણૂક પત્રોની પ્રક્રિયા ન થવાથી યુવાઓમાં નિરાશા છે.ધારાસભ્યો-સંસદસભ્યોના પત્રોનો સરકારી વિભાગો સમયસર જવાબ આપતી નથી.વિપક્ષના ધારાસભ્યોના પ્રોટોકોલનો સતત ભંગ કરવામાં આવે છે પ્રોટોકોલના પરિપત્રો કાગળ પર જ છે.ગુજરાતમાં લાખો કર્મયોગીઓ, “પેન્શન ના ટેન્શન”માં જીવી રહ્યા છે, “જૂની પેન્શન યોજના લાગુ કરો”નર્મદા યોજનામાં કરોડો ખર્ચ કર્યા બાદ પણ આજે પણ વિતરણની ૮.૫% કામગીરી બાકી છે.નર્મદા યોજના પૂર્ણ થયે ૧૮ લાખ હેકટરમાં સિંચાઈની સુવીધાઓ મળશેની જાહેરાતો પણ આજે ૧૨ લાખ હેક્ટર સુધી જ સિંચાઈના પાણી પહોંચ્યા. સામાન્ય વહીવટી વિભાગ વખતો વખત સંકલન, વહીવટને અનુસંધાને પરિપત્રો કરે છે. રાજ્યમાં ચૂંટાયેલા ધારાસભ્યો-સંસદસભ્યોશ્રીઓના પત્રના સમય મર્યાદામાં પ્રત્યુત્તર આપવા અને રજૂઆતના નિકાલ માટેના પરિપત્રો થયા છે પરંતુ સરકારના વિભાગો તેનો અમલ કરાતા નથી. ધારાસભ્ય-સંસદસભ્યશ્રીઓના પત્રોના સમય મર્યાદામાં જવાબ આપતા નથી જેથી પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ થતા નથી.ગુજરાતમાં ચાર લાખથી વધુ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આંદોલન કરી રહ્યા છે.જૂની પેન્શન યોજનામાં પગારના ૫૦% રકમ પેન્શનમાં મળતી, જ્યારે નવી પેન્શન યોજનામાં ફક્ત ૧૦% રકમ જ પેન્શનમાં મળે છે. નવી પેન્શન યોજનાને કારણે સરકારી કર્મચારીઓ નિવૃત્ત જીવનમાં આર્થિક રીતે દિવ્યાંગબને છે. કોંગ્રેસ પક્ષ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરે છે.રાજ્ય સરકારમાં અનેક યુવાન, સક્ષમ, અનુભવી, પ્રામાણિક અધિકારીઓ હોવા છતાં પરિપત્રો-સૂચનાઓનું ઉલંઘનકરીને સરકારના મહત્વના પદો ઉપર નિવૃત્ત અધિકારીઓ ૧ થી ૧૫ વર્ષથી અડિંગો જમાવીને બેઠા છે. ૭૦ વર્ષ સુધી પણ પદ છોડતા નથી.મુખ્યમંત્રી કાર્યાલય હોય કે વિધાનસભા હોય કે માહિતી કમિશનરની કચેરી હોય કે ગૃહ વિભાગ બધે જ નિવૃત્ત અધિકારીઓનો કબજો છે. જેથી સક્ષમ-અનુભવી અધિકારીઓ નિરાશ થયા છે.રાજ્ય ચૂંટણી પંચની નિષ્ક્રિયતાને કારણે, ૪૪૦૦ ગ્રામ પંચાયતો, ૭૭ નગરપાલિકાઓ, ૨ જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને અનેક સ્થાનિક સ્વરાજની બેઠકોની ચૂંટણીઓ યોજાઇ નથી ૧.૫ વર્ષથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ.ઓબીસી અનામત અંગેનો કાયદો પણ બની ગયો હોય, સરકાર તાત્કાલિક ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીઓ કરાવે. સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી છે. GPSC ના વિભાગોના ભરતી કેલેન્ડર ફક્ત કાગળ પર જ છે. સમયસર પરીક્ષાની તારીખ જાહેર થતી નથી. પરીક્ષા યોજાય તો પેપર ફૂટે-પરીક્ષા રદ થઈ જાય. પરીક્ષા લેવાય તો સમયસર પરિણામ જાહેર ન થાય અને જો પરિણામ જાહેર થયા હોય તો ભરતીના ઓર્ડર ન થાય, સમયસર ભરતી ન થવાને કારણે યુવાનોમાં નિરાશા વ્યાપી છે, વહીવટને અસર થાય છે, વહીવટ ખાડે ગયો છે.