જાપાનની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. દેશની અર્થવ્યવસ્થા હાલમાં મંદીમાં છે, જેના કારણે જાપાન હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા નથી રહી . દુનિયાની ટોપ-5 ઇકોનોમીમાં જાપાન એક સ્થાન નીચે ચોથા ક્રમે આવી ગયુ છે અને જર્મની હવે ત્રીજ્રા ક્રમે છે. જાપાનના સરકારી ડેટા અનુસાર, 2023માં તે જર્મનીના અર્થતંત્રના કદ કરતાં પાછળ રહી ગયુ છે.
ચાલો આંકડાઓથી જાણીયે કેવી રીતે જાપાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે તેની સ્પર્ધાત્મકતા અને ઉત્પાદકતા ગુમાવી રહી છે.
ટોક્યો યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર તેત્સુજી ઓકાઝાકી કહે છે કે તાજેતરના આંકડાઓ નબળા પડી રહેલા જાપાનની વાસ્તવિકતા દર્શાવે છે. પરિણામે વિશ્વ અર્થવ્યવસ્થામાં જાપાનની સ્થિતિ નબળી પડવાની શક્યતા છે. તેમણે કહ્યું કે ઉદાહરણ તરીકે, ઘણા વર્ષો પહેલા, જાપાને એક શક્તિશાળી ઓટોમોટિવ સેક્ટર હોવાનો ગર્વ કર્યો હતો, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોના આગમન સાથે, તે લાભને પણ અસર થઈ હતી. ઓકાઝાકીએ કહ્યું કે વિકસિત દેશો અને ઉભરતા દેશો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. ભારત થોડા વર્ષોમાં વાસ્તવિક જીડીપીમાં જાપાનને પાછળ છોડી દેશે તે નિશ્ચિત છે.
જાપાનની વૃદ્ધ વસ્તી અને ઓછા જન્મદરને કારણે કુલ વસ્તીમાં યુવા નાગરિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. 2010માં, ચીને જાપાન પાસેથી અમેરિકા પછી વિશ્વ ની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનો ખિતાબ છીનવી લીધો. ત્યારબાદ જાપાન ત્રીજા સ્થાને સરકી ગયું. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ જાપાન ચોથા સ્થાને આવવાની આગાહી કરી હતી. ગયા વર્ષે જાપાનની વાસ્તવિક જીડીપી કુલ 4500 અબજ યુએસ ડોલર અથવા અંદાજે 591000 અબજ યેન હતી. ગયા મહિને, જર્મનીએ જીડીપી 4400 અબજ યુએસ ડોલર અથવા 45000 અબજ યુએસ ડોલર હોવાની જાહેરાત કરી હતી.
રિયલ જીડીપી પરના કેન્દ્રીય ઓફિસના ડેટા અનુસાર, જાપાની અર્થતંત્ર ( જાપાનની જીડીપી) ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક 0.4 ટકાના દરે સંકોચાઈ હતી, જે અગાઉના ક્વાર્ટર કરતાં શૂન્યથી 0.1 ટકા ઓછી છે. 2023 માટે વાસ્તવિક GDP ગયા વર્ષની સરખામણીમાં 1.9 ટકા વધ્યું છે. જાપાન અને જર્મની બંનેએ નાના અને મધ્યમ કદના વ્યવસાયો દ્વારા તેમની અર્થવ્યવસ્થા બનાવી છે. જાપાનથી વિપરીત, જર્મનીએ મજબૂત યુરો અને ફુગાવાને પહોંચી વળવા નક્કર આર્થિક પગલાં લીધાં. નબળા યેનને કારણે જાપાનને પણ નુકસાન થયું હતું.
છેલ્લા કેટલાક દિવસોમાં જાપાનમાં ફુગાવો ઘટ્યો છે, પરંતુ કોર ફુગાવાનો દર (ખાદ્ય અને ઊર્જાના ભાવ સિવાય) સતત 15માં મહિને મધ્યસ્થ બેંકના 2 ટકાના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. આવી સ્થિતિમાં જીડીપીના આંકડા પણ અપેક્ષા કરતા નબળા રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે બેન્ક ઓફ જાપાન ફુગાવાને કાબૂમાં રાખીને સ્થાનિક માંગમાં કેવી રીતે વધારો કરે છે. હાલમાં જાપાનની મધ્યસ્થ બેંકનું માનવું છે કે પગાર વધારાથી ઉપભોક્તાનો વપરાશ વધારવામાં મદદ મળશે.