એક કરોડથી વધુના રોકડ વ્યવહાર પર 2 ટકા ટીડીએસના મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોઝિટિવ સંકેત આપતાં ઉત્તર ગુજરાત એપીએમસીએ હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. હડતાળને કારણે 1લી સપ્ટેમ્બરથી બંધ ઉંઝા માર્કેટ યાર્ડ આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થશે. ખેડૂતોને પાક વેચાણની રકમ ચેકથી જ આપવામાં આવશે. આ નિર્ણયના અનુસંધાને આજે સવારે વેપારી એસોસિએશનની બેઠક મળી હતી, બેઠક બાદ માર્કેટ યાર્ડ આવતીકાલથી ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.