ગાંધીનગર જિલ્લા પંચાયતનું વર્ષ-2024-25નું સભંવિત બજેટ સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યું

Spread the love

ગાંધીનગર જિલ્લા પંચાયતનું વર્ષ-2024-25નું સભંવિત બજેટ સામાન્ય સભામાં રજુ કરવામાં આવ્યું હતું. તેમાં વર્ષ દરમિયાન 19.33 કરોડની આવકની સામે 39.51 કરોડનો ખર્ચનો અંદાજો કરવામાં આવ્યો છે. વર્ષભર ખર્ચના અંતે રૂપિયા 13.38 કરોડની બજેટનો અંદાજો કરવામાં આવ્યો છે. જોકે જિલ્લા પંચાયતની બંધ સિલક રૂપિયા 33.55 કરોડની બજેટમાં દર્શાવવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોને રીઝવવાનો પ્રયાસ બજેટમાં કરવામાં આવ્યો છે.

આગામી લોકસભાની ચૂંટણીને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડુતો, પશુપાલકો સહિતના લોકોને રાજી રાખવાની ઝલક ગાંધીનગર જિલ્લા પંચાયતના વર્ષ-2024-25ના ડ્રાફ્ટ બજેટમાં જોવા મળી હતી. જિલ્લા પંચાયતના બજેટની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન જયેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સરદાર હોલ, જિલ્લા પંચાયત ખાતે મળી હતી. જોકે સભાની શરૂઆતમાં જ શાસકપક્ષના સદસ્યો જય શ્રીરામના નારા લગાવીને કરી હતી. સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખે વર્ષ-2024-25નું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળની બંધ સિલક પેટે રૂપિયા 33.55 કરોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બજેટમાં વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતને રૂપિયા 19.33 કરોડની આવકની સાથે કુલ-52.89 કરોડનો ઉલ્લેખ કર્યો છે. તેમાંથી વર્ષ દરમિયાન રૂપિયા 39.51 કરોડનો ખર્ચ કરવા છતાં વર્ષના અંતે રૂપિયા 13.38 કરોડની બચતની સંભાવના બજેટમાં રજુ કરવામાં આવી છે.

સામાન્ય વહિવટ : બાબતમાં ગત વર્ષે રૂપિયા 1.57 કરોડની જોગવાઇ સામે ચાલુ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 1.39 કરોડની જોગવાઇ કરીને રૂપિયા 18 લાખની બચત કરી છે.

શિક્ષણ ક્ષેત્ર : ગત વર્ષે 1.59 કરોડની જોગવાઇની સામે ચાલુ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 1.96 કરોડની જોગવાઇ કરીને ચાલુ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 37 લાખની વધુ કરવામાં આવી છે

બાળ વિકાસ ક્ષત્ર : ગત વર્ષે રૂપિયા 1.20 કરોડની સામે ચાલુ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં 1.45 કરોડની જોગવાઇ કરીને રૂપિયા 25 લાખનો વધારો કર્યો છે.

ખેતીવાડી ક્ષેત્ર : ગત વર્ષે 18.17 લાખની સામે ચાલુ વર્ષના ડ્રાફ્ટ બજેટમાં 82.09 લાખની જોગાવાઇ કરીને 64 લાખનો વધારો કર્યો છે.

આંકડાક્ષેત્ર : નવીન ટેકનોલોજીના કોમ્પ્યુટરની ખરીદીમાં ગત વર્ષે રૂપિયા 37.80 લાખની જોગવાઇની સામે ચાલુ વર્ષના ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 47.80 લાખની જોગવાઇ કરીને 10 લાખનો વધારો કર્યો છે.

સમાજ કલ્યાણ ક્ષેત્ર : ગત વર્ષે રૂપિયા 2.47 કરોડની જોગવાઇની સામે ચાલુ વર્ષના ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા 2.81 કરોડની જોગવાઇ કરીને રૂપિયા 33.50 લાખનો વધારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *