વિધાનસભામાં નકલી કાંડ મુદ્દે હોબાળો કરતાં સ્પીકરે કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યાં

Spread the love

રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કરી હોબાળો કરતાં સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીઘા હતા. આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ્દ કરવા વિપક્ષે માગણી કરી હતી.

આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતની પ્રજાના પરેસવાના ટેક્સના પૈસા સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય, આદિવાસી સમાજનો હોય કે કોઈ સમાજનો હોય એની પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઇએ, એ જ પૈસા 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળાપીપણાંથી લઈ જતા હોય તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? ખોટા જવાબ આપે તો અમે ચૂપ રહીએ? વિધાનસભાના નિયમોને આધીન અમારી જગ્યા પર ઉભા રહીને વિરોધ કર્યો. અમે જ્યારે વોક આઉટ કરી રહ્યા હતા ત્યારે મંત્રી તરફથી ઉભા થઈ અમે તેનો જવાબ આપીએ છીએ એમ કહીને રોક્યા તો અમે રોકાયા હતા, ફરી અમે અધ્યક્ષને વિનંતિ કરી કે ઉડાઉ જવાબ આપે છે. જૂના કૌભાંડોની વાત કરે છે પણ આઠ વર્ષથી નકલીનું રાજ ચાલે છે તેની વાત કરતા નથી.

તેઓએ આગળ કહ્યું કે, અમે અમારી જગ્યા પર જ ઉભા

હતા, અમે વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું

ફક્ત અને ફક્ત નકલીકાંડને ખુલ્લું પાડવા વિરોધ પ્રદર્શન

કર્યું છે. નિયમોની આધીન પ્રદર્શન કર્યું છે. પરંતુ બહુમતીના

જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય ને પ્રજાનો

અવાજ જ્યારે વિપક્ષ બને ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે

બહાર કાઢી મૂકવા એવો પ્રયાસ થઈ રહ્યો છે. બહુમતીના

જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા

બરાબર છે. આ લોકશાહીનું મંદિર છે. અમને પ્રજાના

પ્રતિનિધિ તરીકે જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય

એનો અમને બોલવાનો અધિકાર છે. એ અધિકાર ના વાપરી

શકીએ એટલે બહુમતીના જોરે સામાજિક ન્યાય અને

અધિકારીતા વિભાગ અને બીજી માગણીની ચર્ચા છે. જેમાં

પણ સરકારનો ગેરવહીવટ અને નાણાના વેડફાટને ઉજાગર

કરવાનો છે, ચર્ચામાં ભાગ ન લઈ શકીએ એટલા માટે બધાને

નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવતા કહ્યું હતું કે, દરેક વિભાગને બારકોડ અને કોર્ટેક્સ નંબર આપવામાં આવ્યો છે. કોર્ટેક્સ નંબર તમે નાખો તોજ પૈસા તમારા ખાતામાં જમા થાય. એ કોર્ટેક્સ નંબર આ નકલી કચેરીઓના અધિકારીઓ પાસે કેવી રીતે આવ્યો તેનો પણ સરકારે કોઈ જવાબ આપ્યો નથી. સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે એ કોઈ સ્પષ્ટ નથી. આદિવાસીઓના નાણાનો આવી રીતે દુરૂઉપયોગ થઈને આદિવાસીઓ સહાય અને શિક્ષણથી વંચિત રહ્યા છે. અદિવાસીઓને પછાત રાખવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અમારી માગ એટલી જ છે કે નકલીને સાથ આપનાર અસલી સામે પુરેપુરી આ ચારેય વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. જેમા સરકાર ઢાંકપિછોડો કરી રહી છે એટલે અમારે આ સવાલ પુછવો પડ્યો.

આ બાબતે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈપણ ફરિયાદ આધારે નહીં, પરંતુ જ્યાં આગળ કોઈ પ્રકારની પ્રવૃતિ ચાલતી હોય તો તે પ્રવૃતિમાં સુઓમોટો કરી એક્શન લે છે. ના તો વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ના કોઈ પત્રકરા અથવા કોઈ પણ પ્રકારીની માહિતી મળી છે. કાર્યવાહી કરી હોય એવું નથી, પરંતુ સરકારના ધ્યાનમાં આવતા તરત જ આ પ્રકારની કોઈ પ્રવૃતિ થતી હોય એના ઉપર સરકારે સુઓમોટો લઈ પગલા લીધા છે. અત્યારે ગૃહની અંદર સારી રીતે પ્રશ્નોના જવાબની ચર્ચા થતી હતી, પરંતુ ક્યાંકને ક્યાંક એમને આખા સત્ર દરમિયાન વોકઆઉટ કરવું, નિવેદનો આપવા એ તક નહોતી મળી. એટલે જાતે જ આ મુદ્દો ઉપસ્થિત કર્યો. મંત્રી એમને યોગ્ય જવાબ આપતા હતા. છતા પણ આ પ્રશ્નમાં હોબાળો કરી જે રીતે ગૃહની કાર્યવાહી ખોરવવાની પ્રક્રિયા કરી કોઈને ન બોલવા દેવું, પ્રશ્નોતરી જેવો મહત્વનો કાળ અને એ કાળમાં આગામી પ્રશ્નોની પણ ચર્ચા ન થાય એ પ્રકારનું વાતાવરણ સર્જતા હતા. જેથી એમને આજના દિવસ માટે ગૃહમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા છે અને મારી દૃષ્ટીએ આ યોગ્ય છે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, આદિજાતિ વિભાગની તમામ યોજનાઓ પ્રાયોજના અધિકારીઓના તાબા હેઠળ ચાલતી હોય છે. એટલે આદિજાતિ વિભાગ માટેની ખાસ કોઈપણ પ્રકારની એવી ઘટના નહોતી, પરંતુ ઇરિગેશનમાં અથવા તો એ પ્રકારે પાણીને લગતા કેટલાક પ્રોજેક્ટોમાં આપણે કોઈ મંજુરીઓ આપીએ છીએ અને એ કામ થતાં હોય છે. એટલે એમાં આદિજાતિ વિભાગના અન્ય બીજા કામ જેમ કે ઇરિગેશન અને પાણી પુરવઠાના કામ હોય છે. આમ એ કામો આદિજાતિ વિભાગ હેઠળ ન હોવાથી એમને એક પણ કામ નથી એવો જવાબ આપ્યો હતો.

આગળ જણાવતા કહ્યું હતું કે, આ સમગ્ર નકલી કચેરીઓના ઘટસ્ફોટમાં જે પણ લોકો સંડોવાયા છે, એમાં એક નિવૃત IS અધિકારી હોય કે ચાલુ કર્મચારીઓ. જે ચાર્જસીટ આપણે રજૂ કરી છે એમા તમામને આપણે સમાવી લીધા છે. ખૂબ ગંભીર પ્રકારની કલમો દ્વારા અને આ પ્રકારની પ્રવૃતિઓ જે ઇસમો કરતા હોય એ ઇસમો વિરુદ્ધ ખૂબ સારી રીતે ચાર્જસીટ આપણે રજૂ કરી છે. ચોક્કસ આમા રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જસીટ કરવામાં આવી છે એમાં તમામે તમામ ઇસમો કે જેમા સરકારની સાથે જોડાયેલા યોય, મુળભૂત સરકારી અધિકારી હોય કે એ સિવાયના પણ કોઈ લોકો સામેલ હોય એ તમામની સામે કાર્યવાહી કરી છે. ખાસ આ પોલીસ દ્વારા મળતી માહિતીના આધારે પોલીસ ફરિયાદ નથી કરી, પરંતુ ધ્યાને આવતા તરત જ આ પ્રકારની કાર્યવાહી આપણે હાથ ધરી છે. બાકીના જે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ તાલુકા છે એમા પણ આ બાબતની વિગતે તપાસ કરી અને જેટલું પણ ખોટું મળે તો રાજ્ય સરકાર એની સામે પોલીસ ફરિયાદ અને એના દરેકે દરેક કિસ્સામાં પગલા લેવા તૈયાર છે. કોઈ પણ ખોટા માણસે સરકારી નાણા અને આદિવાસી વિસ્તારમાં યોજનાઓનો લાભ આપવાની વૃતિમાં જે પણ ફ્રોડ કર્યો હોય તો તમામને સતનશ્યત કરવાનો સરકાર ઇરાદો ધરાવે છે. કડક હાથે કામ લઈ ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃતિ ના થાય એની પણ રાજ્ય સરકાર ચિંતા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com