સમગ્ર દેશમાં અટલ પેન્શન યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ કરતી અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક,દેશની તમામ બેંકોમાં અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેક પ્રથમ ક્રમે

Spread the love

દિલીપ સંઘાણીના નેતૃત્વમા સહકારી જીલ્લા બેન્ક અવલ્લનંબર ,અધિકારીઓ અને સ્ટાફગણને અભિનદન પાઠવતા સંઘાણી

અમદાવાદ

સરકારની અટલ પેન્શન યોજનાથી વધુમાં વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદંડોને અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકે શ્રેષ્ઠ કામગીરી દ્વારા લક્ષ્યાંક ઉપરાંતની કામગીરી પાર પાડીને સમગ્ર દેશની સહકારી અને ખાનગી બેંકોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને વિશીષ્ટ સિધ્ધી હાંસલ કરતા અમરેલી જીલ્લા સહિત સહકારી ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કર્યુ છે.અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક એ અટલ પેન્શન યોજના અભિયાન તળે કુલ ૨૦૯ બેંકોની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરીને અપાયેલ ૭૫૦ ના લક્ષ્યાંક સામે ૧૫૧૯ હાંસલ કરીને અનુકરીણય કામગીરી કરેલ છે. ૧૦૦ ટકા ના લક્ષ્યાક સામે ૨૦૨.૫૩ ટકા ની કામગીરી કરેલ છે જે સમગ્ર દેશની અટલ પેન્શન યોજના ની કામગીરી મા વિક્રમ જનક પરિણામ છે. જેમના લક્ષ્યાક ૧૫૦ ટકા અને તેથી વધુ, ૧૨૫ થી ૧૫૦ ટકા અને ૧૦૦ થી ૧૨૦ ટકા હોય છે.અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક જીલ્લાના ખેડુતોની પોતીકી બેક તરીકે કાર્યરત હોય સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ અને સહકારી બેંકિંગ કામગીરીથી છેવાડાના લોકો સુધી પથરાયેલી આ બેન્કનુ સચાલન અને નેતૃત્વ દિલીપ સંઘાણી ના માર્ગદર્શન તળે થઈ રહેલ હોય આ સિધ્ધિને દિલીપ સંઘાણીએ અધિકારી અને કર્મચારીગણને આ કામગીરી માટે બિરદાવીને અભિનદન પાઠવ્યા છે. અટલ પેન્શન ઉપરાત અનેક કૃષિલક્ષી સ્થાનીક યોજનાઓ પણ આજ બેંક ચલાવી સફળતા પ્રાપ્ત કરતી રહી છે અત્રે એ ઉલેખનીય છે કે જીલ્લા મધ્યસ્થ સહકારી બેકે શરૂ કરેલ સર્વપ્રથમ કિશાન ક્રેડિટ કાર્ડની ઉપલબ્ધી સમગ્ર દેશમા પણ લાગુ કરવામા આવેલ જે એક નોધનીય બાબત છે તેમ ચેરમેને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com