દ્વારકાધીશના જયકારા સાથે ભાષણની શરૂઆત કરી. આહીરાણી બહેનોએ જે મારા ઓવારણા લીધી તેનું હું આભાર માનું છું. દ્વારકામાં થોડા દિવસ પહેલાં 37 હજાર આહીરાણીઓએ ગરબા કર્યા તે દૃશ્યો અદભૂત હતા.
PM મોદીએ કહ્યું લોકો મને ગર્વ સાથે કહેતા તમારે ત્યાં એકસાથે 37 હજાર આહીરાણી બહેનોએ ગરબા લીધા. તો મેં કહ્યું તમને માત્ર ગરબો દેખાયો, પણ ત્યાંની બીજી વિશેષતા છે.
જ્યારે આહીરાણી બહેનો ગરબા કરતા હતા ત્યારે શરીર પર ઓછામાં ઓછું 25 હજાર કિલો સોનું પહેરી તેઓએ રાસ લીધા હતા.